શેરબજારમાં તેજીનો તોખાર

મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૩૪૮ પોઇન્ટ ઉછળીને ૩૮૬૦૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૭ પોઇન્ટ ઉછળીને ૧૧૬૫૪ની ઉંચી સપાટી પર રહ્યોહતો. આજે દિવસ દરમિયાન શેરબજારમાં તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. ઇન્ડેક્સમાં નવી ઉંચી સપાટી જોવા મળી રહી છે.શુક્રવારના દિવસે પ્રોફિટ બુકિંગ રેકોર્ડ ઉંચી સપાટી પર જોવા મળી હતી. સપ્તાહ માટે સેંસેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ ૦.૮૦ ટકા અને ૦.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આગામી સપ્તાહમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, ઓગસ્ટ સિરિઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ પૂર્ણ થઇ રહી છે. ગુરુવારના દિવસે આ અવધિ પૂર્ણ થશે. માઇક્રો મોરચે પણ નવા આંકડા જારી કરવામાં આવનાર છે. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે. કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે, જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જોવા મળી શકે છે. કેટલીક કંપનીઓ દ્વારા જુન ત્રિમાસિક કમાણીના આંકડા હજુ જારી કરવામાં આવ્યા નથી. જેટ એરવેઝા દ્વારા કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય ઘણી કંપનીઓ પણ છે જેના પરિણામ હજુ જાહેર કરવામાં આવનાર છે. જેટ એરવેઝા દ્વારા આગામી સપ્તાહમાં જૂન ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા જારી કરાશે. બોર્ડ મિટિંગ પણ યોજાનાર છે.
બીજી બાજુ રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા ધિરાણ મર્યાદાને વધારવા માટે શેર ધારકોની મંજુરી મેળવવામાં આવી છે. ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે. કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે.