શેરબજારમાં તીવ્ર તેજી : સેંસેક્સ રેકોર્ડ બ્રેક ઉંચાઈ પર

મુંબઈ : શેરબજારમાં આજે રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યાત્યારે સેંસેક્સ ૧૭૮ પોઇન્ટ સુધરીને ૩૪૩૩૨ની રેકોર્ડ ઉંચી સપાટ પર હતો. અગાઉ તેની સૌથી ઉંચી સપાટી ૩૪૧૭૫ રહી હતી. નિફ્ટી ૪૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૦૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર ગાળા)ના તેમના નાણાંકીય પરિણામો જાહેર કરવાની શરૂઆત ઇન્ડિયા ઇંક દ્વારા કરવામાં આવનાર છે. તેના પર તમામ કારોબારીઓની નજર રહેશે. ઓછા જીડીપીની કરવામાં આવેલી આગાહીની સીધી અસર પણ બજાર જોવા મળી શકે છે. ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો, ઇરાકમાં કટોકટી સહિતના પરિબળોની અસર પણ જોવા મળી શકે છે. શુક્રવારના દિવસે એસએન્ડપી બીએસઇ સેંસેક્સ ૧૮૪ પોઇન્ટ ઉછળીને ૩૪૧૫૪ની સપાટી પર રહ્યો હતો. પ્રાઇવેટ સેક્ટર બેંક યશ બેંકના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. નેશનલ સ્ટોક ઇન્ડેક્સ નિફ્ટીમાં ૫૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૫૫૮ની રહી હતી. પાંચમી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવેલા સીએસઓના આંકડામાં જણાવવામાં આવ્યુ હતુ કે ભારતમાં જીડીપી દર વર્તમાન નાણાંકીય વર્ષમાં ૬.૫ ટકા સુધી રહેશે. જે વર્ષ ૨૦૧૬-૧૭ કરતા ઓછો દર છે. આ ગાળામાં દર ૭.૧ ટકા આંકવામાં આવ્યો હતો. ગયા વર્ષે જુલાઇમાં નવી જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર જીડીપી પર થઇ હતી. ૧૧મી જાન્યુઆરીથી ઇન્ડિયા ઇંક દ્વારા તેમના પરિણામો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવનાર છે. ઇન્ડસઇન્ડ બેંક અને આઇટીની મોટી કંપની ટીસીએસ દ્વારા ગુરૂવારના દિવસે તેમના આંકડા જારી કરવામાં આવનાર છે. કરવામાં આવનાર છે. તમામ પરિણામ પર કારોબારીઓની નજર કેન્દ્રિત રહેશે. દરમિયાન અપોલો માઇક્રો સિસ્ટમના આઇપીઓ પર નજર કારોબારીની રહેનાર છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીના આઇપીઓ ૧૦મી જાન્યુઆરીએ ખુલશે.
કંપની દ્વારા તેના ઓફરિંગ માટે પ્રતિ શેર ૨૭૦-૨૭૫ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. તે ૧૫૬ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. ઇસ્યુ મારફતે ઉભા કરવામાં આવનાર રકમનો ઉપયોગ વધારાના વર્કિંગ કેપિટલ અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવનાર છે. રિટેલ ઇન્વેસ્ટચરોને ઇસ્યુ પ્રાઇઝ પર ૧૨ રૂપિયાની છુટછાટ આપવામાં આવનાર છે.