શું થશે રાઠવાનું? : નો ડયુ સર્ટી કર્યુ રજુ

રાજયસભાના ઉમેદવારોના ફોર્મની આજે થશે ચકાસણી

ગાંધીનગર : ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે છ ઉમેદવારો મેદાનમાં ઉતરેલા છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ઉતારી દેવાયા છે ત્યારે કોંગ્રેસમાથી નારાણ રાઠવાને ઉતારાયા છે પરંતુ તેઓના ફોર્મ મામલે વિવાદ સર્જાયો હતો અને નો ડયુ સર્ટીને લઈને તેમનુ ફોર્મ રદ થવાનીવકી સેવાઈ રહી છે. દરમ્યાન જ તેઓએ ગત રોજ નો ડયુનો મેઈલ અને નોટીફાઈડ કોપી રજુ કર્યા બાદ આજ રોજ સર્ટીનુ ઓરીજનલ પ્રમાણપત્ર રજુ કર્યુ છે. બપોર સુધી ફોર્મની ચકાસણીઓ ચાલશે અને તે પછી ચિત્ર સામે આવી શકશે. ત્યારે નારાણ રાઠવાના ફોર્મનું શુ થશે તે તરફ સૌના મીટ મંડાયેલા છે.જો ફોર્મ રદ થશે તો કોંગ્રેસને માટે મોટો ફટકો પડી શકે છે. જો કે કોગ્રેસ દ્વારા કહેવામા આવ્યુ છે કે, ટેકનીકલ ચકાસણીઓ કરાઈ છે અને પછી જ ફોર્મ ભરાયુ છે એટલે રદ થવાની શકયતાઓ નથી.