શિવલખા સીમમાં આવેલ કંપનીમાંથી દોઢ ટન લોખંડના સળિયાની ચોરી

ગાંધીધામ : લાકડિયા પોલીસ સ્ટેશનના તાબા હેઠળના શિવલખા ગામની સીમમાં આવેલી કંપનીમાંથી દોઢ ટન લોખંડના સળિયાની ચોરી કરાઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.લાકડિયા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ આશિષકુમાર રાજરત્ન શર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ શિવલખા ગામની સીમમાં આવેલી સ્ટાર લાઈટ કંપનીના સબ સ્ટેશન ખાતે ખુલ્લામાં પડેલા ૧.પ ટન લોખંડના સળિયા જેની કિં.રૂા. ૮૬,૪ર૦ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. લાકડિયા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસ ઈન્સ્પેકટર જી.કે. વહુનિયાએ કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય હુફ નીચે ચોરી સહિતની કામગીરીના કારણે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ આવી અનેક ફરિયાદો નોંધાઈ છે. પરંતુ મૂળ આરોપી તરફ સંકજો કસાય તે જરૂરી છે. આ ચોરીમાં પણ કેટલાકના પગ નીચે રેલો આવે તો નવાઈ નહીં કહેવાય.