શિવલખામાં કાર સાથે આવેલા શખ્સોએ વૃદ્ધ પર કર્યો હુમલો

ભચાઉ : તાલુકાના શિવલખામાં રહેતા પ્રતાપસિંહ ચમનસિંહ રાઠોડ (ઉ.વ. ૬૧) પોતાની કાર લઈને વાડી પર જતા તે દરમિયાન ગામના મોમાય માતાજીના મંદિરના ગેટ પાસે બે કારમાં આવેલા ઈન્દ્રજીતસિંહ કાળુભા જાડેજા, વિક્રમનાથ નવીનનાથ, રાણુભા સતુભા, વિજયસિંહ રાસુભા કારની પાછળ આવેલી બાઈકમાં વિજયસિંહ રાસુભાનો ભાઈ અને ભરતસિંહ ઉદયસિંહએ વૃદ્ધને અટકાવીને તેમને ધીકાપાટુનો માર માર્યો હતો. બનાવને પગલે પોલીસ મથકે ૬ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.