શિણાય ડેમ માટીકાંડ : રાજકારણી-ઠેકેદાર સિન્ડીકેટના કેમ નથી આમળતાં કાન…?

વરસાદ વરસી ગયો, ગાંધીધામના બની બેઠેલા રાજકારણી-તંત્રના વાયદાઓના વેરાઈ ગયા વટાણાં.., વરસાદી પાણીનો વેડફાટ શરૂ : અંજારના કડક ડીસી કરે લાલઆંખ?

વરસાદ વરસી ગયો છે, વરસાદ પહેલા માટી કનોલ ઉપાડવા નાખવાની હતી, ઠેકેદારની ધીમી અને નબળી કામગીરીના પગલે વરસાદ વરસી ગયો, છતા વેસ્ટવેયર હજુય તુટેલું જ છે, રાજકારણી-તંત્રના વાયદાઓ ફારસ નીવડી રહ્યા છે..ઃ પાણીનો હજુય થઈ રહ્યો છે વેડફાટ : સરપંચ શિણાય અને જાગૃત ખેડુતો ખાતેદારો કેમ હવે નથી ઉતરતા રસ્તા પર…? નર્મદા જળથી ડેમને ભરી દેવુ, વેસ્ટ વેયર આરસીસીના બનાવી આપીશુંના વચનો કયારે પાડશે કામ રાખનાર ઠેકેદાર પાર્ટી, નર્મદા નિગમના માટી પગા અધિકારીઓ?

જાગો..શિણાય વાસીઓ જાગો, સરપંચશ્રીના ભરોસે ન બેસો, તેઓ તો બેસી ગયા લાગે છે હવે સાવ જ પાણીમાં : તેમના નામે માટીચોરો ખોટી સહી કરી ગયા, તેવુ રેકર્ડ પર ખુલી ગયુ, છતા ફરીયાદ કરવામાં સરપંચશ્રી સારા મુર્હતની કરી રહ્યા છે ઈંતેજારી, તો ગ્રામજનો-ખેડુતોના હિતો માટે આગેવાની લેવામાં કયાંથી આવશે આગળ? :જાણકારોની લાલબત્તી

ગાંધીધામ : કચ્છના બની બેઠેલ રાજકારણીઓ કેવા કેવા ઉલ્ટાચશ્મા પ્રજાજનોને પહેરાવી રહ્યા છે તેનો વધુ એક દાખલો સામે આવવા પામી રહ્યો છે અને જાણકારો દ્રારા આ બાબતે સબંધિતોને જાગૃત બનવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. વાત છે શિણાય ડેમ જે ૧૯વરસ બાદ છલોછલ ભરાયો હતો તેને તોડી, પાણીનો વેડફાટ કરી અને નર્મદા બ્રાન્ચ કેનાલ માટે માટી ઉપાડવાનુ બની બેઠેલા રાજકારણી અને ઠેકેદાર આણી ટોળકીએ ગતકડું આદર્યુ હતુ. તે વખતથી જ અહી સતત આલબેલ પોકારાઈ રહી છે કે, આ સંઘ કાશીએ પહોચવાનો જ નથી. એટલે કે, ન તો માટી કેનાલમાં પડશે કે ન તો સરકાર વતીથી રાજકારણીઓએ આપેલા વચનો નિભાવાશે. હવે ચિત્ર તાદ્રશ ઉભુ થતુ જ જોવાઈ રહ્યુ છે. વરસાદ પહેલા માટી ઉપાડી લેવાની હતી, તેથી પહેલા ડેમના તોડેલ વેસ્ટવેયરને બનાવવાનો વચન નર્મદા નિગમ દ્વારા રાજકારણીઓના માધ્યમથી અપાયુ હતુ, ડેમને નર્મદા જળથી ભરવાનો પણ વાયદો કરાયો હતો, પરંતુ રાત ગઈ અને વાત ગઈના તાલે આવા કોઈ જ વચનો પૂર્ણ કરવામાં આવ્યા જ નથી.વરસાદ વરસી ગયો, ગાંધીધામના બની બેઠેલા રાજકારણી-તંત્રના વાયદાઓના વેરાઈ ગયા વટાણાં.., વરસાદી પાણીનો વેડફાટ શરૂ પણ થઈ જવા પામી ગયો છે. અને તેની બોલતી તસવીરો પણ અહી રજુ કરી દેવામા આવી છે.વરસાદ વરસી ગયો છે, વરસાદ પહેલા માટી કેનાલમા ઉપાડવા નાખવાની હતી, ઠેકેદારની ધીમી અને નબળી કામગીરીના પગલે વરસાદ વરસી ગયો, છતા વેસ્ટવેયર હજુય તુટેલું જ છે, રાજકારણી-તંત્રના વાયદાઓ ફારસ નીવડી રહ્યા છે. પાણીનો હજુય થઈ રહ્યો છે મોટો વેડફાટ. છતા કોઈના પેટનુ પાણી હાલતુ જ નથી. અહી સવાલો થઈ રહ્યા છે કે, ખેડુતોને, ભોગગ્રસ્તોને, ગ્રામજનોને જે વચનો અપાયેલા હતા તે પૂર્ણ નથી કરવામા આવતા તો પછી આ બાબતે સરપંચ શિણાય અને જાગૃત ખેડુતો ખાતેદારો કેમ હવે નથી ઉતરતા રસ્તા પર…? નર્મદા જળથી ડેમને ભરી દેવુ, વેસ્ટ વેયર આરસીસીના બનાવી આપીશુંના વચનો કયારે પાડશે કામ રાખનાર ઠેકેદાર પાર્ટી, નર્મદા નિગમના માટી પગા અધિકારીઓ? જાણકારો દ્વારા ટકોર કરવામા આવી રહી છે કે,જાગો..શિણાય વાસીઓ જાગો, સરપંચશ્રીના ભરોસે ન બેસો, તેઓ તો બેસી ગયા લાગે છે હવે સાવ જ પાણીમાં. તેમના નામે માટીચોરો ખોટી સહી કરી ગયા, તેવુ રેકર્ડ પર ખુલી ગયુ, છતા ફરીયાદ કરવામાં સરપંચશ્રી સારા મુર્હતની કરી રહ્યા છે ઈંતેજારી, તો ગ્રામજનો-ખેડુતોના હિતો માટે આગેવાની લેવામાં કયાંથી આવશે આગળ? અંજારમાં તાજેતરમાં જ પાંચ ઈંચ પાણી ખાબકી ગયુ છે અને વરસાદ વરસી ગયો છે, હવે તો માટી ચીંકણી થઈ ગઈ છે, કેનાલમાં કેટલી કામ આવશે આ માટી? કેનાલનુ કામ નબળુ થઈ રહ્યુ છે તે જોવુ જરૂરી છે. ઉપરાંત હવે વરસાદ ત્રાટકશે તો વરસાદી પાણી ડેમમાં સંગ્રહી નહી શકાય અને વેસ્ટવેયર તુટેલું જ રહેશે તો ખેડુતોના ખેતરમાં પણ આ પાણીનો ભરાવો થશે, સોસાયટીઓ પણ ડુબમાં જશે. આ બધા બાબતે નર્મદા નિગમના અધિકારીઓ, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને માટી ઉપાડવાનુ કામ રાખી ઢીલાશ દાખવનારા ઠેકેદારને જ દોષિત ઠેરવી તેની સામે કડક રાહે કાર્યવાહી કરવી ઘટે.