શિણાય ડેમ નર્મદાજળથી ભરવાની વાતનું સુરસુરિયું

  • ગ્રામજનો કેમ ચૂપ? : સરપંચ કેમ નથી આવતા આગળ?

નર્મદા બ્રાન્ચ કેનાલ માટે શિણાય ડેમમાથી માટી ઉપાડવાની રાતોરાત મંજુરી લીધા બાદ લોકો-સ્થાનિકોના વકરેલા વિરોધી પછી સરકાર-નર્મદા નિગમ તરફથી ડેમને પા.પુ.બોર્ડ પાસેથી લઈ સિંચાઈમાં સમાવિષ્ટ કરી અને નર્મદા જળથી ભરી દેવાની ઉચ્ચારાઈ હતી ખાત્રી : લેખિતમાં અપાયેલી સરકારની ખાત્રીના વંટાળા વેરાઈ ગયા : ગ્રામજનો નર્મદા નિગમ-સિંચાઈ વિભાગ, બની બેઠેલા રાજકારણી, કામ રાખનારા ઠેકેદાર સહિતનાઓ સામે કેમ નથી બોલાવતા હુરીયો.-હલ્લાબોલ..! : જાણકારોની સુચક આલબેલ

ખાટલે મોટી ખોટ : શિણાય ડેમ મુદ્દે હજુ કેટકેટલુ સહન કરશો! છલાછલ પાણીથી ભરાયેલ ડેમ તોડી પડાયો, પાણી વેડફાયું, હવે નર્મદાથી ભરવાની વાતે પણ કેાઈ દાદ આપતુ નથી, અધુરામાં પુરૂ ખુદ સરકારે પણ હાલમાં ૩૪૭પ કરોડના પાણીના કામો માટેની રકમને સૈદ્વાંતિમ મંજુરી આપી તેમાં પણ શિણાય ડેમની કરી દેવાઈ છે બાદબાકી.., હવે શું બાકી રહ્યુ તમને અન્યાય કરવાનુ..? કયાં છે મત માટે હાલતે ચાલતે દોડી આવતા બની બેઠેલા રાજકારણી? : ગ્રામજનો જાગો, આવેદનો આપો, ગાંધી ચીંધ્યા માર્ગની ઉચ્ચારો ચીમકી, સરપંચશ્રીને પણ કુંભકર્ણિનિંદ્રામાંથી જગાડો..!

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં હજારો લોકોને માટે પાણીના મામલે આર્શીવાદરૂપ સાબિત થઈ શકે તેવા શિણાય ડેમને લઈને પાછલા કેટલાક સમયથી સતત પ્રશ્નો ઉભા થવા પામી રહ્યા છે. શિણાયના ગ્રામજનો, ભોગગ્રસ્તો પણ આ ડેમના પાણીને ખાલી કરવા કે પછી તેના વેસ્ટવેયરને તોડી પાડવાના વિરોધમાં રસ્તા પર દુધના ઉભરાની જેમ ઉતર્યા અને પછી જાણે કે પાણીમાં બેસી ગયા હોય તેમ સતત થઈ રહેલા અન્યાયને મુંગા મોઢે સહન કરી રહ્યા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. નર્મદા કેનાલ બનાવવા માટે માટીની જરૂરીયાત હોતા શિણાય ડેમને તોડવામા આવ્યો, પાણીનો બગાડ થયો, તે બધુ સમજાયુ પણ તે જ વખતે નર્મદા નિગમ દ્વરા આ ડેમને સિંચાઈને સોપીને નર્મદા જળથી ભરવાની ખાત્રી અપાઈ હતી પરંતુ હવે તો વરસાદ વરસી ગયો, માટી ઉસેડવાની ઉસેડી લેવાઈ, છતા પણ નર્મદાજળથી ભરવાને લઈને કોઈ જ હલચલ થતી નથી દેખાતી અથવા તો તુટેલા વેસ્ટવેયરને પણ દુરસ્ત કરવાની તસ્દી તંત્ર લેતુ ન હોવાની સ્થીતી સર્જાતઈ રહી છે ત્યારે શિણાય ડેમને નર્મદાજળથી ભરવાની વાતનુ હવે સુરસુરીયું જ થઈ ગયુ હોય તેમ લાગી રહ્યુ છે.પ્રબુદ્ધવર્ગ દ્વારા આ તબક્કે ગ્રામજનો, જાગૃત લોકો, સરપંચ સૌની સામે સવાલો ઉભા થવા પામી રહ્યા છે. શિણાય આવેદન-ગ્રામજનો-સરપંચ કેમ નથી આવતા આગળ?નર્મદા નિગમ-સિંચાઈ સહિતનાઓના કાન આળવા જોઈએ. જનતા જનાર્દનની શકિત-તાકાત શુ છે તેનો પણ પરચો દેખાડવો જોઈએ. શિણાયના લોકોએ રાષ્ટ્રીય કામગીરી નર્મદા બ્રાન્ચ કેનાલ થતી હતી એટલે ડેમ તોડવાની નાછુટકે મંજુરી આપી અને સહકાર આપ્યો હતો પણ તે વખતે બની બેઠેલા રાજકારણી અને ઠેકેદારની સીન્ડીકેટ દ્વારા આ ભોગગ્રસ્ત નિદોર્ષ લોકોની લાગણીની જાણે કે ઠઠ્ઠામશ્કરી જ કરાઈ હોય તેવી રીતે ડેમને નર્મદાજળથી ભરી આપીશુની આપેલી ખાત્રી હવે ઠાલા વચનો જ બની રહી છે. લેખિતમાં અપાયેલી સરકારની ખાત્રીના વંટાણા જ વેરાઈ ગયા છે તો પછી ગ્રામજનો નર્મદા નિગમ-સિંચાઈ વિભાગ, બની બેઠેલા રાજકારણી, કામ રાખનારા ઠેકેદાર સહિતનાઓ સામે કેમ નથી બોલાવતા હુરીયો.-હલ્લાબોલ..! આવા સવાલો હવે થવા દુરસ્ત છે.

વકીલાત કરનારા રાજકારણીનો જ લ્યો ઉધડો?અંજારના સલાહકારના કાન આમળો
ગાંધીધામ : શિણાય ડેમ વરસોથી પણ ૧૮ ફુંટ પાણીથી છલોછલ ભરાયો હતો તે વખતે આ ડેમ બની બેઠેલા રાજકારણી અને ઠેકેદાર આણી ટોળકીના રપ કરોડના કૌભાંડને સાચો ઠેરવવા તોડી પાડવામા આવ્યો અને તેમા ગાંધીનગર સચીવાલયથી લઈ અને બધાયને ભાગબટાઈ મળી જવા પામી હતી. ભોગ લેવાયો તો અહીના નિદોર્ષ ખેડુતો, ગ્રામજનોના હિતના પાણીનો.તે વખતે જે રાજકારણીએ લોકોને આંબાઆંબલી દેખાડી, વકીલાત કરી અને શિણાયવાસીઓને ઉલ્ટાચશ્મા પહેરાવી દીધા હતા. જાણકારો કહે છે કે, હવે એ જ બની બેઠલા વકીલાત કરનારા રાજકારણીનો બરાબરનો ઉધડો લેવો જોઈએ.અંજારના સલાહકારને પણ ગામવાળાએ બોલાવો જોઈએ. તેને યાદ અપાવી ઘટે કે, ચુંટણી આવી રહી છે, ત્યારે દેખાતા નહી, તે વખતે દેખાણા તો અમારા શિણાય ડેમની જેવી હાલત કરી છે તેવી જ હાલત તમારી કરીશુ તે દિવસો હવે બહુ દુર નથી તેવી લપડાક પણ આ અંજારના રાજકારણીને સીધે સીધો સાફ શબ્દોમાં જ સુણાવી દઈને ફટકારવાનો સમય આવી ગયો છે.