શિણાય ડેમ તોડવા પછવાડે ગાંધીધામના બની બેઠેલ રાજકારણી મંડળીનો છાનો કારસો : તંત્ર કરે કડક તપાસ

  • કહી પે નિંગાહે..કહીં પે નિશાના…! માટી ઉપાડવાના નામે ગેરકાયદે ખનીજ ઉત્ખનન..!

શિણાય ડેમનું વેસ્ટ વિયર તોડી પાણી ખાલી કરાવવું એક મસમોટુ કૌભાંડ : નર્મદા કેનાલ માટે માટી જોઈતી હોવાનુ કહીને ડેમના વારા પાસેથી મેટલનો તગડો જથ્થો ઉસેડાઈ રહ્યોહોવાની ગંધઃ બેન્ટોનાઈટની ખુલ્લેઆમ થતી ચોરી : જાગૃત અને અભ્યાસુ કોંગી આગેવાનનો મસમોટો આક્ષેપ : ગ્રામસભાના ઠરાવમાં ગાંધીધામ-અંજારના ધારાસભ્યની ઉપસ્થીતી બતાવેલ છે, જેઓની બેઠકમાં હાજરી હતી જ નહી, ડેમને સીંચાઈ હસ્તક લઈને કાર્યવાહી કરવાના ઠરાવના ઉલ્લેખને પણ ધોઈને પી જવાયાનો કોગીઆગેવાને કર્યો અંગુલીનિર્દેશ

 

ગાંધીધામ : વરસો બાદ કુદરતી રીતે ભરાયેલ શિણાય ડેમના પાણીને ખાલી કરી, ડેમના પાળા તોડીને તેમાથી નર્મદા બ્રાન્ચ કેનાલ માટે માટી ઉપાડવાના નિર્ણયનો આખાય વિસ્તારમાંભારોભાર આંતરીક ઘુઘવાટ ફેલાઈ જવા પામી ગયો છે ત્યારે ગાંધીધામ વિસ્તારના જ એક જાગૃતી આગેવાન દ્વારા માટી ઉપાડવાના હઠાગ્રહની પાછળ અન્ય એક ગંભીર કારસો જ આદરવામા આવતોહોવાની આશંકા દૃશાવવામા આવી છે. આ બાબતે કોંગ્રેસના અભ્યાસુ અગ્રણી સમીપભાઈ જોષીએ ખુદની યાદીમાં જણાવ્યુ છે કે, સરદાર સરોવાર નર્મદા નિગમ લી.ના ડાયરેકટર વી.વી.કાપડીયાએ સરપંચ શિણાયને તા.૬-૦૪-ર૧ ના પત્રમાં તા.૩/૦૪/ર૦ર૧ના રોજ શિણાયના ગ્રામજનો સાથે માનનીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને માનદમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતમાં બેઠક આયોજીત થયેલ અને શિણાય ડેમના તળિયાની માટી કચ્છ શાખા નહેર માટે વાપરવા દેવા માટે ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે તે બાબતનો ઉલ્લેખ છે પરંતુ સદરહું પત્રમાં તા.૩-૦૪-ર૦ર૧ ના રોજ ગ્રામજનો સાથે આયોજીત બેઠકમાં ખરેખર માનનીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને મા.મંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં આવી કોઈ ગ્રામ સભાની કોઈ બેઠક થયેલ નથી. તદપરાંત શિણાય ગ્રામ પંચાયત દ્વારા પણ હાલ શિણાય ડેમ જે ગુજરાત વોટર સપ્લાય બોર્ડ હસ્તક છે જે આ ડેમને સિંચાઈ-વર્તુળ-ઈરિગેશન ખાતામાં સુપ્રત કરે તેમજ આ ડેમને કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી કનેક્ટવીટીથી કરીને આ ડેમને પાણી ભરી આપવા બાબતનો ઠરાવ થયેલ છે. પરંતુ શિણાય ડેમને રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ-વર્તુળ-ઈરિગેશન વિભાગને સુપ્રત કે તબદિલ કર્યા વિના શિણાય ડેમનું વેસ્ટ-વિયર સરદાર સરોવર નિગમ લી.દ્વારા તોડી પાડી પાણી ખાલી કરવામાં આવ્યું છે. જે કાયદા અને જનહિત અને લોકશાહિનું હનન છે. પરિણામે ડેમના પાણીથી આસપાસના વાડી-વિસ્તારના ખેડૂતોનો ઉભેલો લીલો માલ-પાક નિષ્ફળ જશે તેમજ ડેમમાં રહેલા માછલા-બતક જેવાં જળપર પ્રાણીઓનું નિકંદન નીકળી જશે પરિણામે પર્યાવરણીય ખૂબ મોટું નુકશાન થવા પામશે.અમોને આશંકા છે કે શિણાય ડેમનું પાણી વહેડાવી તળિયામાંથી માટી લેવાને બદલે ડેમની મજબૂત કોટને તોડી પાડે એવી શંકા છે. તેમજ આ ડેમના તળિયામાંથી માટી કાઢવાનું માત્રને માત્ર સ.અ.નિ.લી. ના કેનાલ કામ રાખનાર કોન્ટ્રાકટરે ને આર્થિક લાભ આપવાનું મોટું કૌભાંડ છે. જો આ ફરીયાદમાં સત્ય હોય અને હકીકતમાં માટી ઉપાડવાના બહાને કોટને તોડીને તેમાથ મેટલ અથવા તો બેન્ટોનાઈટ કાઢવામા આવતુ હોય તો આ બાબતે તંત્રએ કડક તપાસ કરવાની દીશામાં આગળ આવવુ જોઈએ. ખાણખનીજ વિભાગ સહીતનાઓએ કામ કરી રહેલા તંત્ર અનેએજન્સી પાસેથી ચાલીરહેલા કામના સોઈટ ટેસ્ટના રીપોર્ટ માંગવા જોઈએ, ખુદના પણ મોજણી સુપરવાઇજરને મોકલવા જોઈએઅને માટીના નામે બેન્ટોનાઈટ જો નીકળતી હશે અને તેમા કુલ્લ સવા લાખ ગાડીઓ ઉપાડવાની વાત આવી રહી છે તો સરકારને મળવા પાત્ર રોયલ્ટીની કેટલી તગડી તસ્કરી-ચોરી થતી હશે.