શિણાય ડેમમાં માટી મુદ્દે મોર નાચ્યો, કોણે જોયો..!

સરકાર તબક્કે રૂપકડો રીપોર્ટ થયો રજુ, હકીકતમાં ખાણખનિજ વિભાગથી પણ સરકારે મંગાવવો જોઈએ માટી ઉપાડ સંદર્ભેનો અહેવાલ : સરદાર સરોવર નર્મદા નિગમે તો કામ થઈ ગયાનું જણાવી દીધુ, પણ હકીકતો ક્રોસ વેરીફીકેશન કરી કોણે? કેટલા વાહનો રોજના લગાવાયા? કેટલી માટી નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઠલવાઈ? : પેટામાં કામ રાખનાર ઠેકેદારોએ બારોબાર અન્યત્ર માટીઓ ઠાલવી તેનુ શું? પ્રથમ નર્મદા નિગમના અધિકારીઓ, તે બાદ ગાંધીધામ મામલતદારની ટુકડી અને તે પછી ખાણખનિજ વિભાગની ટુકડીઓ ડેમમા ત્રાટકી, કામો બંધ કરાવાયા અને ફરી ગણતરીના કલાકોમાં પ્રસાદીઓ લઈ કામો શરૂ કરાવ્યા તેનો અહેવાલમાં કેમ નથી કરાયો ઉલ્લેખ?જાણકારોની લાલબત્તી

સરદાર સરોવર નિગમના સરકારને સુપરત કરેલા રીપોર્ટમાં જ દર્શાવાયુ છે કે, શિણાય ડેમમાથી હજુય બે
લાખ ઘનમીટર માટી ઉપાડવાની બાકી છે, જે આગામી ચોમાસામાં ઉપાડી લેવાશે..તો એ આગામી ચોમાસુ કહ્યુ?

સરદાર સરોવર ડેમના સરકારને સુપરત કરેલા અહેવાલમાં ૯૦ કરોડ લીટરનો જળસંગ્રહ વધારો થયાની અખબારી નકલ સામેલ દર્શાવાયા છે, પરંતુ તે અહેવાલો ગાંધીધામના બની બેઠેલા રાજકારણી તથા ઠેકેદાર દ્વારા રપ હજારની રોકડીથી ઉભા કરાયેલા નહી હોય તેની શું ખાત્રી? અહેવાલમાં જેટલા વાહનો કામે લગાડયાનો ધમધમાટ દેખાડાયો છે અથવા તો જે લીસ્ટેડ વાહનો નર્મદા નિગમમાં દેખાડાયા છે તેના ડેમમાથી માટી ઉપાડતા અને કનોલમાં માટી નાખતા ફોટા વાહનોના નંબર સાથેના કેમ સરકારને ન કરાયા રજુ? : જાણકારોનો સવાલ

ગાંધીધામ : એક પ્રચલિત ઉકિત છે કે, જંગલ મે મોર નાંચા, કિસને દેખા. આવો જ તાલ ભ્રષ્ટ સિન્ડીકેટ દ્વારા શિણાય ડેમમાથી માટી ઉપાડી અને કચ્છ બ્રાન્ચ કેનાલમાં નાખવાના વિષયને લઈ અને એક આભાષી રૂપકડો અહેવાલ ઉભો કરી અને સરકાર તબક્કે રજુ કરી દીધો છે. આ કારનામાં સરકારની તિજોરીને મોટો ફટકો પડવા પામ્યો છે અને ગાંધીધામના બની બેઠેલા એક રાજકારણી, કામ રાખનાર ઠેકેદાર અને સરદાર સરોવરના ભ્રષ્ટ અધિકારીઓની ભુંડીભૂમિકા રહેલી હોવાનુ પણ સપાટી પર આવવા પામી રહ્યુ છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો સરકાર તબક્કે રૂપકડો રીપોર્ટ થયો રજુ, હકીકતમાં ખાણખનિજ વિભાગથી પણ સરકારે મંગાવવો જોઈએ માટી ઉપાડ સંદર્ભેનો અહેવાલ તો દુધનુ દુધ અને પાણીનુ પાણી થવા પામી જાય. કારણ કે, હકીકતમાં જેટલી માટી ઉપડી નથી તેટલી અહેવાલમાં કાગળ પર દર્શાવી દેવાઈ છે. એટલી જ માટી જો ઉપડી હશે તો જે-તે ઠેકેદારને તે સંદર્ભેના ખાણખનિજ વિભાગ પાસેથી પાસ-પરવાના પણ મળેલા જ હશે ને? સરદાર સરોવર નર્મદા નિગમે તો કામ થઈ ગયાનું જણાવી દીધુ, પણ હકીકતો ક્રોસ વેરીફીકેશન કર્યુ કોણે? કેટલા વાહનો રોજના લગાવાયા? કેટલી માટી નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઠલવાઈ? પેટામાં કામ રાખનાર ઠેકેદારોએ બારોબાર અન્યત્ર માટીઓ ઠાલવી તેનુ શુ? પ્રથમ નર્મદા નિગમના અધિકારીઓ, તે બાદ ગાંધીધામ મામલતદારની ટુકડી અને તે પછી ખાણખનિજ વિભાગની ટુકડીઓ ડેમમા ત્રાટકી, આડેધડ અને બારોબાર માટી નાખનારઓના વાહનો સિજ કર્યા, કામો બંધ કરાવાયા અને ફરી ગણતરીના કલાકોમાં પ્રસાદીઓ લઈ કામો શરૂ કરાવ્યા તેનો સરદાર સરોવર નિગમના સત્તાવાર અહેવાલમાં કેમ નથી કરાયો ઉલ્લેખ? આવા તો અનેક સવાલો આ અહેવાલ બાદ સ્થાનિકે ઉભા થવા પામી ગયા છે.બીજીતરફ અહી મોટી વાત તો એ પણ સામે આવવા પામી રહી છે કે, સરદાર સરોવર નિગમના સરકારને સુપરત કરેલા રીપોર્ટમાં જ દર્શાવાયુ છે કે, શિણાય ડેમમાથી હજુય બે લાખ ઘનમીટર માટી ઉપાડવાની બાકી છે, જે આગામી ચોમાસામાં ઉપાડી લેવાશે..તો એ આગામી ચોમાસુ કહ્યુ? હાલમાં તો ચોમાસુ બેસી ગયુ, અંજાર પટ્ટામાં એક જ દીવસમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો, ડેમની માટી પણ હવે ચીકણી થઈ ગઈ, આ માટી કેનાલમાં ઠલવાશે તો નર્મદા કેનાલનુ કામ પણ નબળું જ થશે ને..? આ બધા સવાલો સરકાર તબક્કેથી કેમ પુછવામાં ન આવ્યા? સાથોસાથ જ સરદાર સરોવર ડેમના સરકારને સુપરત કરેલા અહેવાલમાં ૯૦ કરોડ લીટરનો જળસંગ્રહ વધારો થયાની અખબારી નકલ સામેલ દર્શાવાયા છે, પરંતુ તે અહેવાલો ગાંધીધામના બની બેઠેલા રાજકારણી તથા ઠેકેદાર દ્વારા રપ હજારની રોકડીથી ઉભા કરાયેલા નહી હોય તેની શું ખાત્રી? સરદાર સરોવરના સરકારને અપાયેલા અહેવાલમાં જેટલા વાહનો કામે લગાડયાનો ધમધમાટ દેખાડાયો છે અથવા તો જે લીસ્ટેડ વાહનો નર્મદા નિગમમાં દેખાડાયા છે તેના ડેમમાથી માટી ઉપાડતા અને કનોલમાં માટી નાખતા ફોટા વાહનોના નંબર સાથેના કેમ સરકારને ન કરાયા રજુ. હકીકત તો એ જ છે કે, શિણાય ડેમમાથી માટી ઉપાડી અને નર્મદા બ્રાન્ચ કેનાલમાં નાખવાના બદલે સરકારની સુજલામ સુફલામ યોજનાની ગ્રાન્ટ ચાંઉ કરવી, અગાઉ જે ગ્રાન્ટ આવી હતી તે વપરાઈ ન શકી તેને આ કામ પેટે દર્શાવી અને ગાંધીધામના બની બેઠેલ રાજકારણી, મુખ્ય કામ રાખનાર ઠેકેદાર પાર્ટ તથા સરદાર સરોવર નિમગના સચિવાલય કક્ષાના ભ્રષ્ટ ટોંચના અધિકારીઓની સિન્ડીકેટે આગોતીર ગોઠવણી કરી અને કરોડોની પ્રજાની અને સરકારની રકમ પર તરાપ જ લગાવી લીધી છે. જેના આંખ ઉઘાડનારા અહેવાલો એક પછી એક બહાર આવતા સરકારને ગેરમાર્ગે દોરવા અને ઉલ્ટા ચશ્મા પહેરાવવા સરદાર સરોવર નિગમમાંથી આ પ્રકારનો છેતરામણો અહેવાલ રજુ કરવામા આવ્યો હોવાનુ મનાઈ રહ્યુ છે.

શિણાય ડેમની જળ સંગ્રહ શકિત વધી
સરદાર સરોવર નિગમ દ્વારા સરકારને સુપરત કરાયો કામગીરીનો અહેવાલ
ભુજ : કચ્છ શાખા નહેરની સાંકળ ર૩૧ થી ર૪૫ કિ.મી. વચ્ચે હાઈ બેન્કિંગના બાંધકામ માટે અંદાજે ૧૨ લાખ ઘનમીટર માટીના જથ્થાની જરૂરીયાત હતી, તે પૈકી ૩ લાખ ઘનમીટર માટીનો જથ્થો માર્ચ-૨૦૨૧ સુધીમાં નજીકના ઉપલબ્ધ અન્ય બોરો એરિયામાંથી મેળવવામાં આવેલ. ત્યારબાદ બાકી રહેતા ૯ લાખ ઘનમીટર માટીનો જથ્થા માટે વૈકલ્પિક સ્ત્રોતના અભાવે શિણાય ડેમનો વેસ્ટ વિયર તા.૭/૪/૨૦૨૧ ના રોજ તોડી પાણી ખાલી કરવામાં આવેલ. તા.૧૯/૪/૨૦૨૧ થી શિણાયડેમના બોરો એરિયામાંથી માટી ઉપાડવાનું ચાલુ કરેલ અને તા.૧૫/૬/૨૦૨૧ની સ્થિતિએ કુલ ૯ લાખ ઘનમીટર માટીના જથ્થા પૈકી ૭ લાખ ઘનમીટર માટીનો જથ્થો ઉપાડી નહેરનું બાંધકામ ઝડપભેર આગળ ધપાવવામાં આવેલ છે.કોવીડ-૧૯ના જેવી મહામારી છતાં આ સમયગાળામાં વિકાસ કામો થયા છે અને અંદાજીત પ્રતિદિન ૧૫૦૦૦ ઘનમીટર માટી ઉપાડવામાં આવેલ હતી. હાલમાં નહેરના પાળાના બાંધકામના માટીકામમાં ૧૧ એસ્કેવેટર, ૪૯ ડમ્પર અને તેને આનુષંગિક મશીનરી મારફતે શિણાય ડેમમાંથી માટી ઉપાડવાનું કામ યુધ્ધના ધોરણે પ્રગતિ હેઠળ છે અને બાકી રહેલ ૨ લાખ ઘનમીટરનું માટીકામ પણ આગામી ચોમાસા પુર્વે પૂર્ણ કરવાનું આયોજન છે. માટીની જરૂરીયાત પૂરી કરવા શિણાય ડેમનું જળાશય ઉંડુ કરવામાં આવતા, તેની જળસંગ્રહ ક્ષમતામાં ૯૦ કરોડ લીટરનો વધારો થશે જે કચ્છ જિલ્લા માટે ખુશીની બાબત છે.આગામી ચોમાસામાં શિણાયડેમમાં વધુ પાણીનો સંગ્રહ થવાથી કચ્છ જિલ્લાના ખેડૂતમિત્રો, માલધારીઓ, ગામ લોકોમાં ખુશીની લહેર છવાઇ હતી.