શિણાય ડેમની માટી નર્મદા કેનાલમાં કામ આવશે કે નહીં તે ટેકનીકલ મુદ્દો છે, મારો વિષય નથી : મુકેશભાઈ ઝવેરી

image description
  • જો.જો.કચ્છ નર્મદા કેનાલમાં ન પડે ભ્રષ્ટાચારના ગાબડા.! : પ્રબુદ્ધવર્ગની લાલબત્તી

સવા લાખ ગાડીઓની માટીની કેનાલ માટે છે જરૂરીયાત : ઠેકેદારની લીડ ઘટાડવા એટલેકે ૧ ગાડીએ ૧ર૦૦૦
રૂા. ની બચત (આર્થિક ગેરલાભ) અપાવવા જ તમામ માખીઓ શિણાય ડેમ તોડી પાડવા થઈ છે એકત્રીત : ઠેકેદારને કરોડોનો થાય છે ફાયદો : રાજકારણી, સરકારી બાબુ સહિતનાઓની ભ્રષ્ટ ભાગબટાઈ ?

નર્મદા નિગમના કચ્છના ડાયેરકટર અને અભ્યાસુ આગેવાનની ઉડાઉ પ્રતિક્રીયાથી જિલ્લાના બૌદ્વિક વર્ગમાં ફેલાયા કૌતુક : ઠેકેદાર-રાજકારણી ભાગબટાઈ કરે કે પછી સિન્ડીકેટ બનાવે તેનાથી અમને શું..? અમને તો નર્મદા કેનાલ માટે માટી જોઈએ, યોગ્ય ક્ષમતાવાળી માટી મળી રહી છે, તે જ મહત્વની વાત છે, બાકીના વિષયો મારે ચકાસવાના રહેતા નથી : કચ્છના રાજકીય ક્ષેત્રના અભ્યાસુ અને નર્મદા જળ ક્ષેત્રના તજજ્ઞ મુકેશભાઈની હળવી પ્રતિક્રીયાથી કૌતુક

ગાંધીધામ : સવાયા કચ્છી પીએમ નરેન્દ્રભાઈ મોદી અને તે બાદ ગુજરાતના સંવેદનશીલ વર્તમાન મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી કચ્છને જળથી તરબતર કરવા, નર્મદાજળ આપવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે અને તેના ભાગરૂપે જ આજે ભચાઉ સધી નર્મદા જળ લહેરાતા પહોચતા જોવાઈ રહ્યા છે ત્યારે બીજીતરફ હવે એ જ ભાજપના ગાંધીધામના બની બેઠેલા રાજકારણીના હઠાગ્રહને લઈને શિણાય ડેમમાંથી છલોછલ ભરેલા પાણીને ભર ઉનાળે વેડફવાનો નિર્ણય લેવામાં આવી ગયો છે. નર્મદા કેનાલના કામને માટે શિણાય ડેમમાથી માટી ઉપાડવા આ ડેમમાં ભરાયેલા પાણીનો બગાડ કરવો, આસપાસના ખેડુતોના ખેતરોની જમીનોનુ ધોવાણ થવુ, સહિતના કઈક મુદાઓની અનદેખી કરી અને રાતોરાત જ યુદ્ધના ધોરણે ગ્રામજનોને પણ વિશ્વાસમાં લીધા વિના જ બળજબરીથી શિણાય ડેમ પોલીસ પ્રોટેકશન સાથે તોડી દેવાયો હોવાના ઘેરા આંતરીક પ્રત્યાઘાતો પડી રહ્યા છે. માત્ર માટી ઉપાડવાની જ વાત છે તો તે અન્યત્રથી પણ મળી શકે તેમ છે, તેના માટે પાણીથી ભરાયેલા ડેમને તોડવાની શરૂ જરૂર પડી? માટી ઉપાડવાનુ કામ રાખનારા ઠેકેદારને લીડ ઘટાડવા અને ગાંધીધામના બની બેઠેલ રાજકારણીએ તેમાથી કટકી કરી લેવાની લ્હાય સાથે આવો તઘલખી નિર્ણય લીધો છે ત્યારે શિણાય ડેમની માટી પણ કેનાલના કામ માટે ઉપયોગી પુરવાર નહી થાય અને કેનાલનુ કામ પણ નબળુ થશુ તે સહિતના કઈક પ્રશ્નો ઉભા થયા છે તેવામાં કચ્છના જળ ક્ષેત્રના અભ્યાસુ રાજકીય તજજ્ઞ અને નર્મદા નિગમના ડાયરેકટર એવા મુકેશભાઈ ઝવેરીને આ બાબતે પુછતા તેઓએ જાણે કે, મુખ્ય મુદાઓથી એકદમ પરે જ રહી જઈને આ વિષયને લીધો હોય તેમ એક જ રટ્ટણ કર્યે રાખ્યુ હતુ કે, શિણાય ડેમમાથી માટી ઉપાડવાનો નિર્ણય યોગ્ય છે, તેમાં કોઈ જ અધુરાશો કે કચાશ રહેલી જ નથી.જો કે, અહી સવાલો સર્જતી વાત એ છે કે, માટીને યોગ્ય ગણાવનારા શ્રી ઝવેરી આ માટીનો સોઈટ ટેસ્ટ કરાયો છે કે નહી? કરાયો છે તો કયારે અને શુ રીપોર્ટમાં આવેલુ છે, તે સહિતની માહીતીઓ આપવામાં અસક્ષમતા દર્શાવી હતી અને પરોક્ષ રીતે જણાવ્યુ હતુ કે, આ ટેકનીકલ વિષય છે. મારો વિષય નથી. હવે નર્મદા નિગમના રાજકીય ડાયરેકટર એવા શ્રી ઝવેરી હાલમાં જે માટી ઉપડી રહી છે તે ચીકાસવાળી હશે, કેનાલના કામમાં તે વપરાશે તો કેનાલનુ કામની ગુણવત્તાઓની સામે જરૂરથી સવાલ સર્જશે જ? તેમા બે મત નથી? પરંતુ આશ્ચર્યજનક રીતે નર્મદા નિગમના અધિકારી કે તંત્રને આ બાબતે પુછીને જરૂરી સુચના કે તાકીદ અથવા તો ચોકકસ કામ થવા અંગેની સુચનાઓ આપવાની વાત પણ શ્રી ઝવેરીએ આ તબક્કેથી નકારી દીધી અને કહ્યુ કે, રાજકારણી અને ઠેકેદાર કૌભાંડો કરે કે પછી અધિકારીઓ સોઈલટેસ્ટ કરાવે છે કે નહી તે મારા વિષયો નથી, મારે તો કેનાલ માટે યોગ્ય અને સક્ષમ માટી મળી રહી છે તે જોવાનુ છે જે હેતુ શિણાય ડેમમાથી ઉપડતી માટીથી બળ આવી શકે તેવુ મને ચોકકસ લાગે છે. કચ્છના જળક્ષેત્રના અભ્યાસુ અને નિષ્ણાંત એવા મુકેશભાઈ ઝવેરીએ આવા ગંભીર બાબતને સહેજ હળવાશથી અથવા તો એકદ્રષ્ટીએથી નિહાળી હોય તેમ જાણકારો માની રહ્યા છે. અને ટકોર કરી રહ્યા છે કે, આ રીતે લોટ-પાણીને લાકડાથી નર્મદા કેનાલ બનાવવામાં આવશે તો ભવિષ્યમાં અહી જરૂરથી મસમોટા ગાબડાઓ પણ પડી શકે છે તે ન વિસરવુ જોઈએ આવી ટકોર પણ આ તબક્કે થતી જોવાઈ રહી છે.

  • આવી ડહાપણની દાઢ કેમ કોઈને ફુંટતી નથી ?
શિણાય ડેમ તોડવો જ શું કામ ?પાછળ ખરાબો છે ત્યાંથી માટી ઉપાડો ને..!

અંજારના કડક-તટસ્થ અને દબાણોના ડીમોલીશનની ઐતિહાસીક કામગીરી કરનાર પ્રાંત અધિકારી શ્રી જોષીને ડેમની પાછળના ભાગે થયેલા દબાણો દુર કરવાની સોપો કમાન

ગ્રામજનો, જાગૃત સુકાની, ભોગગ્રસ્તોની ચૂપકીદી વધુ અકળાવનારી

ગાંધીધામ : શિણાય ડેમમાંથી જ માટી ઉપાડવાની હોય અને અન્ય વિકલ્પો જો મળતા જ ન હોય તો આ ડેમના પાણીનો બગાડ કરીને ઉપાડવાનો શુ મતલબ છે? શિણાય ડેમના પાછળના ભાગે મોટા પ્રમાણમાં વિશાળ માટીનો જથ્થો ઉપલબ્ધ પડયો છે? પાછળના આ ભાગેથી કેમ માટી ઉપાડવામાં આવતી નથી? કદાચ અહી માટી ઉપાડવા માટે અવરોધરૂપ બનતા દબાણો હોય તો તેને દુર કરવા જોઈએ અને આ માટે અંજારના પ્રાંત અધિકારી ડો. જોષી કે જેઓએ અંજાર આસપાસના પટ્ટામાં ઐતિહાસીક દબાણ હટાવ કામગીરી કરી દેખાડી છે. રાજકીય ચમરબંધીઓના દબાણો પર પણ શ્રી જોશીની ટીમે બુલડોજર ફેરવતા વાર-વિચાર નથી કર્યો અને સરકારની જમીનોને ખુલ્લી કરી દેખાડી છે. તો શિણાય ડેમના પાછળના ભાગે દબાણો દુર કરી અને માટી ઉપાડવાનો વિચાર કેમ કોઈને આવતો નથી? અને પાણી ભરેલા ડેમને જ ખાલી કરી અને માટી ઉપાડવાની તઘલખશાહી આચરવામાં આવી રહી છે ?