• સ્થાનિકના રાજકારણીઓ થોડું તો વાપરે વિવેક ભાન..!

કચ્છના સ્થાનિક રાજકારણીઓને તો જાણે કે, કોઈ ગતાગમ જ ન હોય તેમ આંધળી દોટ મુકી

દેતા હોય છે, શિણાય ડેમમાંથી પાણી ખાલી કરવું અછતની પીડાતા કચ્છને માટે દુકાળમાં અધિક માસવાળો થાય તાલ : પાણી ભારાપર અને આગળની સોસાયટીઓ તથા ડેમના વોકળા પર રહેલા દબાણોને માટે બની શકે છે ભારે નુકસાન કારક : ૧પ૦થી વધુ ખેડુતોના ઉનાળુ પાકને જીવતદાન આપી શકે તે ડેમના પાણીના વેડફાટથી કઈક ખેડુતોને થશે પારવાર નુકસાન : ગાંધીધામના ધારાસભ્ય-કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહિર ગુજરાત સરકાર તબક્કે કરે સાચી રજુઆત : વિના કારણે શિણાય ખાતે માહોલ ડહોળાઈ ગયો છે..!

શિણાયથી છ કી.મી. દુર માથક તળાવમાં સાતથી દસ ફુટ માટીનો વિપુલ જથ્થો મળી રહે તેમ છે : તળાવ પણ ઉંડો થાય તો માથક આસપાસના ૧પ૦થી વધુ કુવાઓ રીચાર્જ થઈ શકે તેમ છે : તળાવ રોડટચ છે, માટીના ટ્રાન્સપોર્ટેશન માટે પણ થશે સરળ-સસ્તુ

ગાંધીધામ : શિણાય ડેમમાંથી નર્મદાજળ ખાલી કરી અને તેમાથી માટી ઉપાડવાના નિર્ણયના પગલે સ્થિતી બગળતી જોવાઈ રહી છે અને આ નિર્ણય હકીકતમાં એકતરફ પણ દેખાવવા પામી રહ્યો છે. આવા સમયે ગુજરાત રાજયના સંવેદનશીલ સીએમ વિજયભાઈને સાચુ ચિત્ર દર્શાવાય તો જરૂરથી આ પ્રશ્નનો ઉકેલ આવી શકે તેમ છે અને તેના માટે સ્થાનિકના રાજકારણીઓ જરા સહેજ વિવેકભાન દેખાડવુ પડે તેમ છે. કચ્છના સ્થાનિક રાજકારણીઓને તો જાણે કે, કોઈ ગતાગમ જ ન હોય તેમ આંધળી દોટ મુકી દેતા હોય છે, શિણાય ડેમમાંથી પાણી ખાલી કરવું અછતની પીડાતા કચ્છને માટે દુકાળનમાં અધિક માસવાળો થાય તાલ તેની બખુબીથી ખબર હોવા છતા પણ બળપ્રયોગ અને બંદોબસ્ત સાથે આ તળાવનુ પાણી ખાી કરી અને તેમાથી માટી ઉપાડવાનો હઠાગ્રહ કરવામા આવી રહ્યો છે. પરંતુ હકીકતમાં આ અંગે વિવેકભાન રાખવુ જોઈએ અને સ્થાનિકના લોકોનો કચવાટ સાંભળવો જોઈએ. કારણ કે શિણાય ડેમને ખાલી કરી અને તેમાથી માટી ઉપાડવાનો વિચાર કોઈ રીતે તર્કસંગત દેખાતો નથી. કારણ કે પાણી ભીરાપર અને આગળની સોસાયટીઅ તથા ડેમના વોકળા પર રહેલા દબાણોને માટે બની શકે છે ભારે નુકસાન કારક અને તેના પગલે તંત્રને પણ મોટી અસર થવા પામી શકે તેમ છે. ૧પ૦થી વધુ ખેડુતોના ઉનાળુ પાકને જીવતદાન આપી શકે તે ડેમના પાણીના વેડફાટથી કઈક ખેડુતોને થશે પારવાર નુકસાન હકીકતમાં આવા સમયે ગાંધીધામના ધારાસભ્ય-કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહિર ગુજરાત સરકાર તબક્કે સાચી રજુઆત કરી દેખાડે તે જ સમયની માગ છે. અહી સવાલ થઈ શકે છે કે, વિકલ્પ હોય તો શુ? શિણાયથી છ કીમી દુર માથક ગામ પાસે વિશાળ તળાવ આવેલ છે અને આ તળાવમાં સાતથી દસ ફુંટ માટી વિપુલ પ્રમાણમા મળી શકે તેમ છે. ઉપરાંત માથક પંચાયત પણ સંભવત આ બાબતે તૈયાર જ છે. માથકમાં અગાઉ પણ કંપની દ્વારા માટી ઉપાડવામા આવી હતી અને તળાવને ઉડો કરવામા આવ્યો હતો. આ તળાવ ઉંડો થશે તો માથક આગળના ૧પ૦થી વધુ બોર રીચાર્જ થઈ શકે તેમ પણ મનાઈ રહ્યુ છે. શિણાયનુ પાણી જે બે દોઢદાયકા બાદ ભરાયેલ છે તે ડેમનુ પાણી યથાવત રહી જાય અને તેને ખાલી કરવાની પણ જરૂર પડે તેમ નથી. આ બાબતે સીએમ અને સરકાર તબક્કે ગાંધીધામના ધારાસભ્ય માલતબીને મહેશ્વરી અને વાસણભાઈ આહીર રજુઆત કરી સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીને સુચનાઓ આપે અને વેળાસર જ તે માટેનુ સર્વે શરૂ કરાવે તે સમયની માંગ બની રહી છે. બીજીતરફ આ બાબતે અંજારના માથક ગામના સરપંચ મહેશભાઈની સાથે વાતચીત કરતા તેઓએ કહયુ હતુ કે, તેઓના ગામની સીમમાં તળાવ આવેલ છે અને તે તળાવમાં માટી મળી શકે તેમ છે. અગાઉ કંપનીઓએ અહીથી માટી ઉપાડેલ છે. આ તળાળવમાથી માટી ઉપાડાશે તો શિણાયનો પ્રશ્ન ઉકેલાશે અને અહી પણ પશુધન-ખેડુતો-બોર રીચાર્જ થવા સહિતના પણ લાભ થવા પામી શકે તેમ છે. જો કે, માટી ઉપાડાય તેના બદલામાં સરકાર તબક્કેથી આ ગામને પશુધન સહિતનાઓ માટે વિશેષ મદદ થાય તેવી આશાઓ પણ આ તબક્કે સેવાઈ હતી.

  • દાળમાં કંઈક કાળું તો છે.!

નર્મદા નિગમના શ્રીનિવાસનને શિણાય ડેમ જ કેમ ખાલી કરવો છે ?

શિણાય ડેમને ખાલી કરવા બાબતે રોષ વકરી રહ્યો છે, ભોગગ્રસ્તો લાલઆખ કરી રહ્યા છે, કામ સ્થગિત કરવુ પડી રહ્યુ છે છતા બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે, વ્યવસ્થાઓ થઈ ગયાના દાવાઓ થઈ રહ્યા છે, તેના મુળમાં નર્મદા નિગમની કોઈ ભ્રષ્ટ છાની રમત તો નથી ને..!

ગાંધીધામ : શિણાય ડેમના જળને ખાલી કરવા અને તેમાથી માટી ઉપાડવાનો સ્થાનિકતંત્રનો નિર્ણય રોષનો ભોગ બની રહ્યો છે. પાછલા બે દીવસથી અહી ભેાગ્રસ્તો દ્વારા સરકારની કામગીરીનો વિરોધ કરવામા આવી રહ્યો છે. પ્રથમ દીને તંત્રના અધિકારીઓએ મધ્યસ્થી કરી કામ બંધ કરવાાની વાત કર્યા બાદ ગત રોજ ફરીથી કામ શરૂ કરવામા આવ્યુ, બંદોબસ્ત રખાયો, અને પાણીથી નુકસાની નહી થાયની ખાત્રી આપી દેવામા આવી તો વળી ડેમને ફરીથી ભરવાનુ પણ જણાવી દેવાયાની સાથે જ આ કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામા આવી ગયુ હતુ. જોકે ભોગગ્રસ્તો ટસના મસ ન થવા પામતા ફરીથી ગતન રોજ પણ કામ અટકી જ જવા પાીમ ગયુ છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે નર્મદા નિગમના અધિકારી શ્રીનિવાસનને આ ડેમમાંથી માટી કાઢવાની આટઆટલી ઉતાવળ શા માટે આવવા પામી ગઈ છે? જાણકારો દ્વારા એવો પણ સુર ઉઠાવાઈ રહ્યો છે કે, ગત વરસે શિણાય ડેમને નર્મદાજળથી ભરવાની યોજના બનાવાઈ હતી જેના પગલે કેટલીક ગ્રાન્ટ ફાળવાઈ હતી. પરંતુ મેઘમહેર સચરાસર થવા પામતા વરસો બાદ શિણાય ડેમ કુદરતી રીતે જ છલકાઈ ગયો છે અને નર્મદાજળથી આ ડેમની ભરવાની જે આર્થિક વ્યવસ્થાઓ સ્થાનિકતંત્રને માટે કરવામા આવી હતી તેને નર્મદા નિમગના જવાબદારો દ્વારા ચાંઉ કરી લેવાઈ છે અને હવે ફરીથી આ ડેમને ઉંડો કરવાનુ કામ દેખાડી અને તે રકમ અહી સેટ કરી દેવાની વેતરણ હોવાથી બળપૂર્વક યેન કેન પ્રકારેણ આ કામ ભારપુર્વક કરવામા આવી રહ્યુ હોવાની ચકચાર છે. જો કે, બીજીતરફ આ વાતને જાણકારો દ્વારા નકારાઈ રહી છે અને નર્મદાજળથી શિણાય ડેમને ભરવાની તો હજી યોજના પાઈપલાઈનમાં જ રહેલી છે, આયોજનો ઘડાઈ રહ્યા છે એટલે કદાચ ગ્રાન્ટ ચાંઉ કરાઈ અને તેને સેટ કરવાને માટે આ બળપ્રયોગ થતો હોવાની વાત માનવાનો ઈન્કાર કરાઈ રહ્યો છે. જે સત્ય હોય તે પણ શિણાયમાથી જ માટી ઉપાડવાનો હઠાગ્રહ તર્કસંગત તો નથી જ જણાતો.