શિણાય ડેમના પ્રવાસન વિકાસની ડંફાસો કરનાર બની બેઠેલા રાજકારણીને પ્રજાજનોનો ટોણો..!

મુંગેરીલાલના હસીન સપનાઓ દેખાડવાનું છોડો..! : સાંતલપુરના ફેરાવાળો તાલ ન કરો..!

શિણાયમાં વિકાસકામોની સભાઓમાં મારે તો શિણાય ડેમને પ્રવાસન કક્ષાએ વિકસીત કરવાનુ સ્વપ્ન છેની ગુલબાંગો અને મીઠીમીઠી વાતો કરનાર ગાંધીધામના બની બેઠલ રાજકારાણીને ભોગગ્રસ્તોની ટકોર : પહેલા ડેમને સિંચાઈમાં લાવો, નર્મદાજળથી નંદનવન બનાવો, તુટેલા વેસ્ટવેયરને આરસીસી બનાવી દેખાડો પછી સુફિયાણી વાતો કરજો..! તમારા હાથનું કામ છે તે તો કરી નથી શકતા..વળી પ્રવાસન વિકાસની કયાં ગુલબાંગો મારવા નીકળી પડયા છો..?

ગાંધીધામ : ગુજરાતમાં ભાજપ સરકાર પ્રજાની સુખાકારી માટે અનેકવિધ ભગીરથ નિર્ણયો લઈ રહી છે, પરંતુ બીજીતરફ આ જ સરકારના બની બેઠેલા સ્થાનિકના રાજકારણીઓ માત્ર અને માત્ર ગુલબાંગો હાંકી હાંકીને પ્રજાને ઉલ્ટાચશ્મા પહેરાવવા તથા ખુદના ગજવા કેમ ગરમ કરવા તેમાં જરચ્યા પચ્યા પડયા છે. જો કે, ગાંધીધામ તાલુકાની પ્રજા હવે આ બાબતે જાગૃત બની જવા પામી ગઈ છે અને આવી ગુલબાંગો ફેંકનારા રાજકારણીઓ સામે ભારોભાર આંતરીક રોષ સાથે ટોણાઓ પણ મારવામાં આવી રહ્યા છે.આવો જ એક કીસ્સો હાલમાં આંતરીક રીતે ફરી ગણગણાટનો કારણ બન્યો છે. શિણાય ડેમ પાછલા કેટલાક સમયથી બની બેઠેલા ભ્રષ્ટ રાજકારણી અને ઠેકેદારની સાંઠગાઠ અને સિન્ડીકેટભરી રીતીનીતીઓથી ભારે વિવાદમાં આવેલો છે.આ ડેમ પ્રજા હિતના ઉપયોગના નામે રીતસરના એક રાજકારણી અંજારથી બેઠા બેઠા સેટીંગ કરી લઈ અને ઠેકેદારની સાથે મેળાપીપળાથી સરકારની તિજોરી પર લુંટ જ ચલાવાઈ રહી હોવાની સ્થીતી આવી રહી છે.તે વચ્ચે જ આ બની બેઠેલા રાજકારણી તાજેતરમાં જ એક વિકાસકામના લોકાર્પણ વખતે મારૂં તો સ્વપ્ન છે કે, શિણાય ડેમને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવામાં આવે. અને હુ એ દીશામાં ચોકકસથી આગળ વધીશ. આ બની બેઠલા રાજકારણીના આવા નિવેદનની સામે ભોગગ્રસ્તોએ રીતસરની ટકોર કરી અને ટોણો માર્યો હતો કે, મુંગેરીલાલના હસીન સ્વપ્ના જોવાનુ અને દેખાડવાનુ બંધ કરો. પ્રજા હવે તમારી આવી ગુલબાંગોમાં નથી આવવાની. જયારે શિણાય ડેમને તોડવાનો વિવાદ ચાલતો હતો ત્યારે કયા છુપાયા હતા? એક વખતે તે વખતે તો ડોકાયા નહી? ગ્રામસભામાં પણ જશ ખાટવા માટે ગેરહાજર હોવા છતા ખુદના નામો લખાવીને લીંબડજશ ખાટવાની વેતરણો કરી, જે પણ બહુ છુપાઈ નહી અને ઉજાગર થઈ ગઈ. હાલમાં તમારામાં ત્રેવડ હોય તો આ ડેમનુ વેસ્ટવેયર જે તોડી પડાયુ છે તેને આરસીસી કરી દેખાડો, આ ડેમ પા.પુ.બોર્ડમાથી સિંચાઈમાં લાવી અને તેને નર્મદાજળથી ભરી દેખાડો. જે તમારૂ કામ છે તે પણ તમારાથી થઈ શકતુ નથી, મતદારો અને કાર્યકર્તાઓના ફોન તો ઉપાડતા થરથરો છો, તો પછી આવી સુફિયાણી વાતો રહેવા દયો ને..? હવે પ્રજા જાગી ચુકી છે. મન પણ બનાવી લીધુ છે. ચૂંટણી આવા દયો..એટલી જ વાર છે..આવા જ ત્રાગા અને ખેાટી ગુલબાંગો હવે જાગૃત પ્રજા સહન નહી કરી લે.