શિણાય ડેમના પાણીનો વેડફાટ કરીને જ માટી ઉપાડવાના હઠાગ્રહ સામે તર્કવિતર્કો

  • શિણાય ડેમની નખ્ખોદ વાળનાર અંજારનો ભ્રષ્ટાચારી કોણ ?

૧૯ ફુંટ પાણી ભરેલ છે તેનો વેડફાટ કરીને ડેમને ઉંડો કરવાના તર્કવિહોણા કાર્યની સામે ઉઠતા અનેકસવાલો : શિણાય ડેમમાથી જ માટી ઉપાડવી હોય તો ડેમના પાછળના વિસ્તારમાં ખરાબો છે તે વિસ્તારમાંથી ઉપાડો ને..? સુકો પટ્ટ પડયો છે આ વિસ્તાર..! અહીથી માટી ઉપાડાય તો ડેમ સાફ-સુથરો થઈ જવાની સાથે ઉંડો પણ થઈ જશે અને જળસંગ્રહ ક્ષમતા પણ વધી જશે, તથા હાલના હયાત પાણીનો બગાડ-વેડફાટ પણ બચી શકશે..?

ગાંધીધામના કયા બની બેઠેલા રાજકારણી-ઠેકેદાર સાથેની સાંઠગાંઠથી ભ્રષ્ટ ગોઠવણીઓને પાર પાડવા જ ડેમને તોડી પાડી પાણી બગાડીને માટી ઉપાડવાનું આચરી રહ્યા છે નાટક?

ગાંધીધામ : એકતરફ પાણી તરસ્યા કચ્છ જિલ્લાને નર્મદાજળ આપવાને માટે ઝંબેશરૂપ રજુઆતો અને વિરોધના આક્રમણ સુરો પણ વ્યકત કરવામા આવી રહ્યા છે જયારે બીજીતરફ ગાંધીધામના શિણાય ડેમમા ૧૯ ફુટ કુદરતી પાણીનો પડેલા જ્થાનો વેડફાટ કરવામા આવી રહ્યો હોવાનો વર્તારો ઉભો થવા પામી રહ્યો છે. ગુજરાત સરકાર કચ્છને નર્મદા જળ મળતા થાય તે માટે ખુબ ચિંતિત છે પણ આ જ સરકારના તંત્ર અને બાબુઓ રાજકીય આક્કાઓના ઈશારો કચ્છમાં રહેલા જળસ્ત્રોતનુ નિકંદન કાઢી રહ્યા હોવાની સ્થીતી સેવાઈ રહી છે. શિણાય ડેમ કે જે ૧પથી ર૦ વર્ષ બાદ પાણીથી ભરાયેલો રહ્યો છે તેને ખાલી કરીને તેમાથી માટી ઉપાડી નર્મદા કેનાલમાં નાખવાનો હઠાગ્રહ પૂર્વક કામ ચાલી રહ્યુ છે. હાલમાં જયારે એક જાગૃત નાગરીકે આ જળરાશીનો બગાડી કરીને માટી ઉપાડવાના કામને અટકાવાવમાં આવે તેવી રજુઆત વડાપ્રધાન સમક્ષ કરી છે ત્યારે બીજીતરફ પ્રબુદ્વવર્ગ પણ એમ જ કહી રહ્યો છે કે, શિણાય ડેમના પાણીનો વેડફાટ કરીને અહીથી જ માટી ઉપાડવાના હઠાગ્રહની પાછળનુ કારણ શુ છે? માટી ઉપાડવા તો સરકાર દ્વારા અન્ય સાઈટ પર આઈડેન્ટીફાય કરેલી જ છે ઉપરાંત શિણાય ડેમના પાછળના ભાગે વેસ્ટ વિયર ખરાબાનો વિશાળ વિસ્તાર આવેલો છે. જયાં ઝાડી-ઝાખડીઓ રહેલી છે. પાણીનો બગાડ કરીને માટી ઉપાડવાના બદલે પાછળ જે વિશાળ સુકો-પટ્ટ વિસ્તાર પડયો છે ત્યાથી માટી કેમ ઉપાડવામાં નથી આવતી? શિણાય ડેમમાથી જ માટી ઉપાડવાનો આગ્રહ હોય તો હકીકતમાં આ પાછળના ભાગેથી માટી ઉપાડવી ઘટે? જો આ પાછળના ભાગેથી માટી ઉપાડવામા આવશે તો ડેમની સાફ-સફાઈ થઈ જશે અને ડેમ ઉંડો પણ થવા પામી જશે તથા માટીની જે જરૂરીયાત છે તે પણ મળી શકે તેમ છે. આવુ કેમ કોઈ વિચારતુ નથી?

  • શિણાય ડેમને તોડી પાડવા મુદ્દે સવાયા કચ્છી પીએમને ફરીયાદ

૧૯ ફુંટ પાણીનો બગાડ કરી શિણાય ડેમ તોડવાનું ત્રાગું અટકાવવો

જાગૃત ખેડુતે સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈને કરી ધારદાર અભ્યાસપૂર્વકની રજુઆત

ગાંધીધામ : તાલુકાના શિણાય ગામમા આવેલા ડેમમાથી માટી મેળવવા માટે ડેમ ખાલી કરવાના નિર્ણય બાબતે સંજયભાઈ સોરઠીયા દ્વારા દેશના વડાપ્રધાનને લેખિતમાં રજુઆત કરી છે. જેમા જણાવ્યા અનુસાર શિણાય ગામા આવેલ ડેમમાથી માટી મેળવવા માટે ડેમ ખાલી કરાવવા સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગરના ડાયરેકટર શ્રી વી પી કાપડીયા દ્વારા પત્ર જા.ન. સંચાલકશ્રી શિણાય /૯ તા.૭ એપ્રીલ ર૧ના રોજ ખોદાણ કામ ચાલુ કરવામાં આવેલ છે.કચ્છમાં પાણીના એક એક ટીપાની કિમંત શુ હોય એ મે અને જુન માસની મધ્યમા ગામના લોકો, ખેડુતો, પશુથી માંડીને આ સરહદી જીલ્લાનો જનબચ્ચો સમજતો હોઈ તો પાણી વહનની કામગીરી સંભાળતા નર્મદા વિભાગના અધિકારીઓને કેમ ખબર ન હોઈ? ડેમમા ચોમાસાના સારા વરદાને પગલે બે ત્રણ મહિના પાણી ભરેલા હોય અને એ વેડફી નાખીએ તો ખેડુતોનો રોષ વ્યાજબી છે. મલબખ પાકને પિયત અને સકેડો ઘરોને ભયઉનાળે મહીનાઓ સુધી કેમ પુરવઠો અવરોધી શકાય, હાલ ૧૯ ફુટ જેટલુ પાણી છે અને ૧૦૦થી વધુ પમ્પ મશીન મુકીને ખેતી માટે કિસાનો દ્વારા પાણીનો ઉપયોગ કરવાા આવી રહ્યો છે. મીઠા પાણી થકી ખેતી કરતા કિસાનો પર આફતના વાદળ છવાયા છે. આ બાબતે ખેડુતો અને ગામજનોમા રોષ ની લાગણી જમ્ની છે. અને ખેડુતો અને ગ્રામજનો વિરોધ કર્યો છે. એક ખેડુતપુત્ર તરીકે અરજદારે વિનંતી કરી છે કે સરકાર હોય કે પછી સ્વેચ્છીક સંસ્થા પણ પાણીના વેડફાટ ન થાય તે માટે વિરોધ કરતી હોય છે. આ નિર્ણયને બદલી યોગ્ય કરવા અરજદારે રજુઆત કરી છે.