શિક્ષણ થકી જ સમાજના છાત્રો ઉજળા છે : જયસુખ પટેલ

મોટા ધાવડામાં પાટીદાર સમાજના તેજસ્વી તારલાનું સન્માન થયું : તેજસ્વી તારલાને ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધવા શીખ અપાઈ

નખત્રાણા : તાલુકાના ધાવડા મોટા પાટીદાર નવયુવક મંડળ આયોજીત રપમો સરસ્વતી સન્માન સમારોહ સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ડાયાણીના પ્રમુખ સ્થાને યોજાયો હતો. કેડીસીસી વાઈસ ચેરમેન જયસુખભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ થકી જ સમાજના છાત્રો ઉજ્જળા છે. મનુષ્ય દરેક સમસ્યાનો ઉકેલ જ શિક્ષણ છે. ર૧મી સદીમાં શિક્ષણ હશે તો જ પ્રગત્તિ શકય છે. સરપંચ રવિલાલ પોકારે ઉચ્ચ અભ્યાસ પર ભાર મુકયો હતો. પ્રેમજીભાઈ ડાયાણીએ તમામ ક્ષેત્રે યુવાનો ડંકો વગાડે તેમ જણાવ્યું હતું. રવજીભાઈ ડાયાણી, પરસોત્તમ ડાયાણી, મગનભાઈ ડાયાણી મંચસ્થ રહ્યા હતા. ૭પ જેટલા તેજસ્વી કેજીથી કોલેજ સુધીના છાત્રોને પુરસ્કાર પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. નવયુવક મંડળ પ્રમુખ મગનભાઈ ડાયાણીએ ગાંધી જયંતિ સુધી તમામ જાહેર સ્થળે સફાઈ અભિયાન હાથ ધરાયું છે. તેમાં મોટી સંખ્યામાં યુવકો તથા મહિલાઓ જાડાઈ છે. ગામને સ્વચ્છ અભિયાન સમયાતરે થાય છે તેવી પુરક વિગતો આપી હતી. યુવક મંડળના નિતેશ જયસુખ ડાયાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ ડાયાણી તથા આભારવિધિ કીર્તિભાઈ પારસિયાએ કરી હતી.