શિક્ષણ તંત્ર ગંભીરતાથી આદરશે તપાસ : ભારાપરમાં શાલ સ્ટીલના પ્રદુષણથી શાળાના છાત્રોનો ખો

શાળાને સ્થાળતંરીત કરી આપવાની પુનઃ રજુઆત : જિલ્લા પ્રાથમીક શિક્ષણતંત્રને ગ્રામ પંચાયતે લેખિતમાં કરી રજુઆત

ગાંધીધામ : ભારાપર જુથ ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીને રજુઆત કરાઈ છે તેમાં જણાવ્યા અનુસાર ગાંધીધામ તાલુકાના ભારાપર ગામનાની પ્રાથમીક શાળા સાલ સ્ટીલ કંપનીને અડીને આવેલ હોવાથી શાળામાં વિદ્યાર્થઅી અભ્યાસ કરી શકતા નથી. પ્રદુષણ અંગે ગામ લોકોએ ઘણી વખત રજુઆતો કરેલ છે. પરંતુ ગામ લોકોને કોઈપણ પરીણામ મળેલ નથી. હાલે ભારપર ગામના ત્રીસ વિદ્યાર્થીઓ તુણા ગામે અભ્યાસ કરવા માટે જાય છે. વીસ વિદ્યાર્થીઓ આદીપુર અભ્યાસર્થે જાય છે. તથા આશરે વીસી વિદ્યાર્થીઓ કિડાણા ગામે અભ્યાસ અર્થે જાય છે. ભારપર ગામની શાળામાં અગાઉ પાંચ શિક્ષકોનં મહેકમ હતુ હાલે બે શિક્ષકોથી કામચાલે છે આમ ગામના સીતેર વિદાર્થીઓ ગામથી બહાર અભ્યાસ કરવાઅર્થે જાય છે.
જે વાહનખર્ચ દ્યિાર્થીઓના વાલીઓ ઉપાડે છે પરંત ગરીબ લોકોના બાળકો કયાંય જઈ શકતા નથી. છલ્લે ગામ લોકોએ શાળા સ્થળાતર કરવાની માંગણી કરેલ છે. ભારપર ગામની પ્રાથમિક શાળા યુનીસેફએ વર્ષ ર૦૦ક્ષમા આવેલ ભકંપ બાદ વર્ષ ર૦૦રમાં બનાવેલ છેજે હાલે જર્જરીત હાલમાં છે. ઉપરાંત આ શાળાનું આયુષ્ય ર૦૧૦મા પુરૂ થઈ ગયેલ છે. તેમ છતા બાકો વિદ્યાર્થીઓને શાળામાં બેસાડવામાં આવે છે તેમજ આ શાળામાં કાયમી શીક્ષકો મુકવામા આવેલ નથી. આ શાળામાં યુનીસેફ તરફથી બનાવવામા આવેલ છે. જે શાળામાં રૂમો વિદ્યાર્થીઓને બેસવા લાક નથી. આ શાળામાં લાઈટની વ્યવસ્થા નથી. સરકાર તરફથી આજ દીવસ સુધી લાઈટ વિગેરેની કોઈ પણ સુવિધા આપવામા આવેલ નથી. જેથી હાલે બાજુમાં પ્રાઈવેટ કંપનીમાથી લાઈટ લેવામા આવેલ છે તો હવે સરકાર તરફથી ફરી શાળાને નવેસરથી બનાવવામા અવે અને લાઈટ, પાણીની સુવિધા આપવામા આવે તેવી ગ્રામજનોએ રજુઆત કરી છે.
આ બાબતે ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી પી.કે. સવર્ણકારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, આ બાબતની રજૂઆત તેમના ધ્યાને આવેલ નથી તેમ છતાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ યોગ્ય તપાસ કરાવાશે.