શિકારી સ્વાઈન ફલુએ લીધો વધુ એક ભોગ

ભુજ : છેલ્લા કેટલાક દિવસથી સ્વાઈન ફ્‌લુના અઢળક રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે સ્વાઈન ફ્‌લુના કારણે આદિપુરમાં રહેતી ૪૪ વર્ષિય મહિલાનું મોત  નિપજ્યું છે. મહિલાને સ્વાઈન ફ્‌લુના લક્ષણો જણાતા તેમને સારવાર માટે અમદાવાદની સ્ટ‹લગ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અને તેમનો આજે સાંજે સ્વાઈન ફ્‌લુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તે પહેલા જ ૪૪ વર્ષિય મહિલાનું મોત નિપજી ચુક્યું હતું. તો વધુ સ્વાઈન ફ્‌લુના ૧૦ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ પણ હવે મુશ્કેલીમાં મુકાયો છે. ૩ મહિલા સહિત ૭ પુરૂષોના સ્વાઈન ફ્‌લુ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા.
અંજારના ૩૨ વર્ષિય યુવાનને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે ભુજની લોટસ કોલોનીમાં રહેતી ૪૨ વર્ષિય મહિલા પણ સ્વાઈન ફ્‌લુના ભરડામાં સપડાઈ હતી. જ્યારે ભારત નગરની ૧ વર્ષિય બાળાનો પણ સ્વાઈન ફ્‌લુ
રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. જ્યારે ભુજ તાલુકાના કોટડા ગામનો ૨૬ વર્ષિય યુવાન પણ સ્વાઈન ફ્‌લુના ભરડામાં સપડાયો હતો. અને તેને ઓક્સિજન પર સારવાર આપવામા આવી રહી છે. જ્યારે ગાંધીધામના સપના નગરમાં રહેતી ૪૬ વર્ષિય મહિલાને પણ સારવાર અપાઈ રહી છે. તો ગાંધીધામની જનતા કોલોનીમાં રહેતી ૭૦ વર્ષિય  વૃદ્ધાનો પણ સ્વાઈન ફ્‌લુ રિપોર્ટ પોઝિટિવ આવતા આદિપુરની ખાનગી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર સારવાર આપવામા આવી રહી છે. જ્યારે ગાંધીધામના સેક્ટર નંબર ૧માં રહેતા ૫૮ વર્ષિય પુરૂષનો પણ સ્વાઈન ફ્‌લુ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. પરંતુ તેમની તબિયતમાં સુધાર થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે. જ્યારે ગાંધીધામના શ્રધ્ધા કો ઓપરેટિવ હાઉસીંગ સોસાયટીના ૪ વર્ષિય બાળકને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. તો આદિપુરના કેસર નગરમા રહેતા ૬૦ વર્ષિય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમને પણ ડિસ્ચાર્જ કરી દેવાયો છે. તો સાથે જ આ વર્ષે સ્વાઈન ફ્‌લુનો  પોઝિટિવ આંક ૨૧૩ પર  પહોંચ્યો છે. જ્યારે ૩૫ લોકોના સ્વાઈન ફ્‌લુના કારણે મોત નિપજી ચુક્યા છે.