શિકરા શરાબ કેસમાં ૧૩ પોલીસ કર્મીઓની આંતર જિલ્લા બદલી

નાના કર્મચારીઓનો ભોગ લેવાતા પોલીસ બેડામાં કચવાટ : આરઆર સેલના પણ અમુક કર્મચારીઓને બદલાવાયા

ગાંધીધામ : ભચાઉ તાલુકાના શિકરા ગામે આરઆર સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામમાં રાખી ૩૪ લાખનો શરાબ પકડી પાડતાં જવાબદારો સામે આઈજીપીએ શિક્ષાત્મક પગલાં લીધા હતા. ત્યારબાદ ડીજીપીએ ૧૩ પોલીસ કર્મચારીઓને આંતર જિલ્લા બદલી કરી દેતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શિકરામાંથી આર આર સેલની ટીમે ૩૪ લાખનો શરાબ પકડી પાડતા સરહદી રેન્જના પીઆઈ એમ.આર. ગોઠાણિયા, પીએસઆઈ જે.જે. ચૌધરી, સહાયક ફોજદાર સુખદેવભાઈ દવે તે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જયારે પાંચની બદલી કરી દેવાઈ હતી, તો એલસીબીના ૭ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી હતી. શિકરા પ્રકરણમાં બૂટલેગરોની પુછપરછના અંતે રાજ્યના ડીજીપીને અહેવાલ પાઠવવામાં આવતાં ડીજીપી શિવાનંદ ઝાએ પૂર્વ કચ્છના ૧૩ પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરી દેતાં પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો હતો.