શિકરા પાસે અકસ્માતમાં ઘવાયેલા તરૂણે દમ તોડ્યો

દસેક દિવસ અગાઉ ડમ્પરે બાઈકને ટક્કર મારતા સર્જાઈ હતી કરૂણાંતિકા : જે તે વખતે ચાલકનું થયું હતું મોત : મૃત્યુઆંક બે પર પહોંચ્યો : આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં ગમગીની

 

ભચાઉ : તાલુકાના શિકારપુર નજીક દસેક દિવસ પહેલા અકસ્માત થયેલ જેમાં ઘવાયેલા તરૂણે સારવાર દરમ્યાન દમ તોડી દેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ૩૧-૭-૧૮ના રાત્રીના શિકરા નજીક ડમ્પર નંબર જી.જે.૧ર.બી.ડબલ્યુ. ૮૩૮૯ અને મોટર સાયકલ નંબર જી.જે.૧ર.બી.આર. પર૭ર વચ્ચે અકસ્માત થયેલ જેમાં ચંદ્રેશ સંઘાર (રહે. શિકરા, તા.ભચાઉ)ને ગંભીર ઈજાઓ થતા ભચાઉની વાગડ વેલ્ફેરમાં દાખલ કરાયો હતો જ્યારે સારવાર દરમ્યાન રાત્રીના દસ વાગ્યે મોત આંબી ગયું હતું. ચંદ્રેશ તથા કરણ બન્ને મામા ભાણેજ મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે ડમ્પરે હડફેટે લેતા કરૂણાંતિકા સર્જાઈ હતી. ભચાઉના પીએસઆઈ માજીરાણાએ વધુ તપાસ હાથ ધરેલાનું પીએસઓ હરશીભાઈએ જણાવ્યું હતું.