શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ

પહેલો દિવસ પરિવાર સાથે રહ્યા, રાત્રે માણસામાં કુળદેવીની ઉતારી આરતી

 

ગાંધીનગર/ અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પહેલો દિવસ તેમણે પરિવાર સાથે વિતાવ્યો હતો અને રાત્રે માણસામાં પોતાના પૈતૃક ગામમાં આવેલા કુળદેવીના દર્શન કરીને સહપરિવાર માતાજીની આરતી ઉતારી હતી.અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસના
પહેલા દિવસે થલતેજ સ્થિત પોતાના નિવાસે પહોંચ્યા હતા. પ્રથમ દિવસ રાજકારણને મૂકીને માત્ર પરિવારને જ આપ્યો હતો. જો કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહને મળ્યા હતા.ગુજરાતમાં હાલ સ્થિતિ ખરાબ છે. પરપ્રાંતીય પર થતાં હુમલાને પગલે તેઓ ગુજરાત છોડીને પલાયન થઈ રહ્યા છે. તેવી સ્થિતિમાં ગુજરાતમાં પરપ્રાંતીયોને પરત લાવવાની પ્રક્રિયા અને આયોજન પર તેઓ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા વિચારણા આજે કરી શકે છે.
ગુજરાતમાં પરપ્રાંતીયો પર અઠવાડિયાથી હુમલાના બનાવો સામે આવ્યા છે. ત્યારે અમિત શાહ બિન ગુજરાતી સંગઠનો સાથે બેઠક કરી શકે છે.