શાળાઓમાં ૩મેથી ૬ જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર

ભુજ : રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી ઉનાળુ વેકેશનની સત્તાવાર જાહેર કરી છે, જે પ્રમાણે ૩મેથી ૬ જૂન સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન રહેશે. અગાઉ એપ્રિલ માસથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ કોરોનાના કારણે નવું શૈક્ષણિક વર્ષ હવે ઉનાળુુ વેકેશન બાદ શરૂ થશે, જેથી શળાાઓ હવે જૂન મહિનામાં ખૂલશે. બીજી તરફ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી – ખાનગી શાળાના જે સ્ટાફને તંત્ર તરફથી કોવિડની કામગીરી સોંપવામાં નથી આવી તેવા સ્ટાફે હવે શાળાએ આવવાનું રહેશે નહીં, પરંતુ જાે તંત્ર કામગીરી સોંપે તો તેનો અમલ કરવો પડશે. ખાનગી શાળાના શૈક્ષણિક – બિનશૈક્ષણિક કર્મચારીઓને શાળાએ જવામાંથી મુક્તિ અપાઈ છે.