શાબાશ કોસ્ટગાર્ડ : મધદરીયે દિલધડક ઓપરેશન પાર પાડયું : ૭ માછીમારોને બચાવાયા

ગાંધીનગર : ગુજરાત પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ગત રોજ મધદરીયે દીલધડક રેસ્કયુ ઓપરેશન પાર પાડયુ હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર જલરાક નામની ટગ બોટનું ગત મધરાત્રીના એકાએક એન્જીન ફેઈલ થઈ જવા પામતા કોસ્ટગાર્ડ દ્વારા સાત જેટલા માછીમારોને રેસ્કયુ ઓપરેશન આદરીને બચાવ કરવામાં આવ્યો છે. સાત માછીમારોને બચાવવામાં દરીયામાં પાંચ કલાક સુધી દીલધડક ઓપરેશન સફળતાથી પાર પાડવામા આવ્યુ છે.