શાંતી-વિકાસ માટે કરો પરસ્પર સહયોગ : મોદી

બ્રીકસમાં ભારતીય વડાપ્રધાનનું સંબોધન : આતંકવાદ-ગરીબી, કાળાનાણા-ભ્રષ્ટાચાર સહિતના મુદાઓ મોદીના અભિભાષણમાં  રહ્યા કેન્દ્રસ્થાને

 

બ્રીકસમાં ભારતનો પાક.ને મોટો ઝટકો
બીજીંગ : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ચીનના પ્રવાસે છે. તેઓ અહી બ્રીકસ સંમેલનમાં ભાગ લીધો છે અને ભારતને આ સંમેલનમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જયારે પાકીસ્તાનને ભારતે મોટો ઝટકો આપી દીધો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પાકીસ્તાનના વિરોધ છતા અહી મેનીફેસ્ટોમાં આતંકવાદના મુદાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આજ રોજ ૪૮ પાનાના જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં પાકીસ્તાન આતંકવાદી સંગઠનનો પાળે છે તેવો ઉલ્લેખ કરાયો છે આ ઉપરાંત અહી આઈસીસી, હક્કાની નેટવર્ક, જેશએ મોહમ્મદ, લશ્કરે તોયબાનો પણ તેમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે.

 

પીએમના અભિભાષણના મુખ્ય અંશો
નવી દિલ્હી : • ગરીબી હટાવો અમારૂ મિશન
• અરોગ્ય-સફાઈ-કૌશલ્ય-ખાદ્યસુરક્ષા અને શિક્ષણની ઉપલબ્ધી છે • શાંતી-વિકાસ માટે બન્ને પક્ષે સહયોગ જરૂરી • બ્રીકસે સહયોગ માટે એક મજબુત આધાર તર્યાર કર્યો  • કૃષી-સંસ્કૃતી-પર્યાવરણ-ઉર્જા-ખેલ અને આઈ.ટી.જેવા ક્ષેત્રોમાં સહયોગ જરૂરી • સંમેલન પાંચ દેશની સમજને વધુ વ્યાપક-મજબુત
• અમારો મહલા સશિકતકરણ કાર્યક્રમ ઉત્પાદકતા વધારી રહ્યો છે • બ્રીકસ દેશ આતંરરાષ્ટ્રીય સૌરઉર્જા સંગઠનને સૌર ઉર્જા એજન્ડાને વધુ મજબુત કરી શકે છે • જલ્દીથી બને બ્રીકસ રેટીંગ એજન્સી

 

બીજીગ : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ચીનના પ્રવાસે છે. અહી બ્રીકસ સંમેલનનો આજે આરંભ થવા પામ્યો છે અને તેના ભાગ લેવા નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. બ્રીક્સમાં નમો નમોનો માહોલ છવાયો હતો. તેઓનું અહી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. આજ રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મેદી ચીનમાં બ્રીકસ સંમેલનમાં ઉદબોધન કરી અને ડોકલામ વિવાદ મામલે આડકતરૂ નિશાન સાધ્યુ હતુ. ભારતીય પીએમએ કહ્યુ હતુ કે, શાંતિ-વીકાસ માટે પરસ્પર સહયોગ જરૂરા છે. પરસ્પર સહયોગથી જ થશે વિકાસ.મોદીએ અહી પાકીસ્તાનના વિરોધ છતા પણ આતંકવાદનો મુદો ઉઠાવ્યો છે. મોદઅી વધુમાં કહ્યુ કે, ભ્રષ્ટાચારને ડામવા માટે ભારતે કાળાનાળાની સામે જંગ છેડી છે અને કેટલાય ઐતિહાસક કદમો તે માટે ઉઠાવ્યા છે. તેઓએ કહ્યુ કે ગરીબી સામે ભારત ઝજુમી રહ્યો છે. ભારતના ૮૦ કરોડ યુવાનો આ દેશની તાકાત છે. ભારતમાં હાલમાં કાળાનાણા અને ભ્રષ્ટચાર વિરૂદ્ધલડાઈ છેડાયેલી છે. ગરીબીથી લડવાને માટે સ્વચ્છતા અભિયાન ચલાવાયું છે. વધુમં ભારતયી વડાપ્રધાને અહી બોલતા કહ્યુ હતુ કે બ્રીસ્કસ દેશો પર પરીવર્તનની જવાબદારી છે. બ્રીકસના પાંચેય સહયોગી દેશો એકસમાન સ્તર જ છે. બ્રીકસની બેંકની સ્થાપનાથી સહયોગી દેશોને પણ લાભ મળવા પામી રહ્યો છે.આવનારો દસકો બ્રીકસ માટે મહત્વપૂર્ણ પુરવાર થવાનો છે.