શહેરાના MLA જેઠાભાઈ ભરવાડની પહેલ : બે વેન્ટિલેટર- બાયપેપ સીસ્ટમ આપી ભેટ : કચ્છના ધારાસભ્યો કેમ ન લે બોધપાઠ..!

કચ્છના ધારાસભ્યો થોડી કંઈ નબળા છે? જેઠાભાઈ ભરવાડ મદદે આવી શકતા હોય તો કચ્છના ધારાસભ્યો કેમ આવી પહેલ ન કરે..? ગ્રાન્ટમાથી કે, અન્ય સરકારી રકમમાંથી ન આપી શકે તો ઉપરની આવકમાંથી તો કચ્છને માટે દેખાડે સખાવતભાવના..! : આખાબોલા વર્ગની તીખી ટકોર

ગાંધીધામ : કોરોનાના કપરાકાળ હાલમા હાહાકાર મચાવી દીધો છે ત્યારે સરકારના પ્રયાસો બાદ પણ માળખા સહેજ ટુંકા પડતા જોવાઈ રહ્યા છે તે વચ્ચે જ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ એક નવતર પહેલ કરી દેખાડી છે. તેઓએ અહીની સરકારી હેાસ્પિટલને બે વેન્ટીલેટર બાયપેપ સિસ્ટમની ભેટ આપી છે અને હજુ બે વેન્ટીલેટરની ભેટ તેઓએ આપવાની તૈયારી દર્શાવી છે.ગ્રામીણ લોકો જે રીતે ઓકિસજનથી જુજી રહ્યા છે, વેન્ટીલેટર ન હોવાથી મોતને ભેટી રહ્યા છે, ત્યારે બાયપેપ અને વેન્ટીલેટર તાત્કાલીક મળતા હોય તો મેળવ્યાની તસ્દી લીધી. ઓકિસજન પ્લાન્ટની વ્યવસ્થાઓ માટે પણ તેઓએ તેયારી દર્શાવી છે અને બેથી ચાર દીવસમાં પંચમહાલ-દાહોદને ઓકિસજનની ઘટ્ટમાંથી પણ નીવારી લેવાશે તેવો આશાવાદ જેઠાભાઈએ વ્યકત કર્યો છે.જયારે શહેરના ધારાસભ્ય જો આવી પહેલ કરી શકતા હોય તો કચ્છના ધારાસભ્યો આવી કોઈ પહેલ કરતા કેમ નથી દેખાતા? તેવા સવાલો પણ આ તબક્કે સ્થાનિકે ઉઠવા પામી રહ્યા છે? જેઠાભાઈ ભરવાડની જેમ જ કચ્છના ધારાસભ્યો પણ આ રીતે તબીબી સુવિધાઓ માટે સેવા ઉપલબ્ધ કરાવતા કેમ નથી દેખાતા? અહી યાદ અપાવવુ ઘટે કે, કચ્છના ધારાસભ્યો આર્થિક રીતે તો કોઈ પણ નબળા હોય તેમ દેખાતા નથી? સરકારી બેઠકો કે મીટીંગો કે વિધાનસભામાં પણ કયાંય કોઈ સાયકલથી સવાર થઈને જનારા કે પછી સરકારી એસટી બસ સેવાઓનો ઉપયોગ કરતા કયારે નથી જોવાયા? આલીશાન અને મોંઘીદાટ કારના કાફલાઓ સાથે જ જોવતા રહે છે..? પ્રજા પર કટોકટીની આવેલી સ્થિતી વખતે કચ્છના ધારાસભ્યને આવી પહેલ કરવાનુ કેમ નથી સુજતુ? જિલ્લાનો આખાબોલો અને પ્રબુદ્ધવર્ગ તો એવી પણ ટકોર કરી રહ્યો છે કે, બીજુ કાઈ નહી તો ઉપરની આવક થતી હોય તેમાથી પણ આવી સેવાઓ અને સખાવતી સમર્પણ ભાવ પ્રજા પ્રત્યે-મતદારો પ્રત્યે કોરોનાની કટોકટીના સમયમાં તો દેખાડો? તેવી તીખી ટકોર થવા પામીરહી છે.

જેઠાભાઈ-પબુભા માણેકની સેવાને અનુસરો શીખો..શીખો..કંઈક તો આમનાથી શીખો.! ઉદ્વઘાટનો બહુ થયા, હવે ખમૈયા કરો.ખભૈયા.!

પબુભાએ નિસ્વાર્થ સેવા-ઘરના ગોપીચંદ કરીને પ્રજાસેવા માટે તત્પરતા દેખાડી તેની નોંધ પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલે પણ લીધી : અધ્યક્ષશ્રી ખુદ આ હોસ્પિટલને ખુલી મુકવા પહોચી ગયાઃ પબુભાની થબથબાવી પીઠ

ગાંધીધામ : કોરોનાના કપરાકાળમાં દરેક તબક્કા ખુદથી થતી મદદ માટે આગળ આવી રહયા છે. ધારાસભ્યો પણ નવી નવી પહેલ કરી રહ્યા છે. પંચમહાલના જેઠાભાઈએ વેન્ટીલેટર આપ્યા, ઓકિસજન પ્લાન્ટની સેવાની તૈયારી દર્શાવી તો દ્વારકાના પબુભા માણેક દ્વારા તો આખેઆખી હોસ્પિટલ ૧૦૦ બેડની ખુદના ખર્ચે ઉભી કરી દેખાડી, ખાવા-પીવા સહિતની સુવિધાઓ તેમા ઉભી કરી જયારે કચ્છના મોભીઓ તો માત્ર અને માત્ર ફકત ઉદઘાટનોની સેવા બહુ કરી રહ્યા હોય તેમ દેખાય છે. શીખો, કઈક તો આવા મોભીઓ થી બોધપાઠ મેળવો.., મુલાકાતો, નીરિક્ષકો, ઉદઘાટનો બહુ થયા, હવે વાસ્તવિક સેવા પણ કરી દેખાડો. જો આવી સેવા કરશો તો આવનારી પેઢી પણ તમને યાદ કરશે અને ઉપરની કમાણીમાં પણ ચોકકસથી બરકત થવા પામી શકશે..આવા કેમ વિચાર શુદ્વા પણ આવતા નથી?