શપથ લેવાયા,હવે ફલોરટેસ્ટ બનશે અગ્નિપરીક્ષા : તો સ્પીકરની પસંદગી પણ બનશે પડકારરૂપ

બેંગ્લોર : કર્ણાટકમાં સતત ચાલી રહેલા વિવાદ પછી આખરે બીએસ યેદીયુરપ્પાએ પોતાના સીએમ પદ માટેના શપથ ગ્રહણ કરી લીધા છે. જે પછી હવે તેમના માટેની આગળની યાત્રા સરળ રહેશે નહ. હવે તમામ નજર વિધાનસભામાં યોજનારા ફલોર ટેસ્ટ પર રહેશે. જેના માટે રાજયપાલે પંદર દીવસનો સમય આપ્યો છે. પરંતુ આ ફલોર ટેસ્ટ પહેલા પણ સૌથી મહત્વનું હશે વીધાનસભા સ્પીકરની પસંદગી. નવા વિધાનસભા સ્પીકરની ચૂંટણીથી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.
ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ બન્ને પક્ષો પાસે આગામી સ્પીકર માટેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે ફલોર ટેસ્ટનો દારોમદાર માટેભાગે સ્પીકરના હાથમાં જ રહેતો હોય છે. નોધનીય છે કે મોટા ભાગે પસંદગી માટે તમામ પક્ષો એકમત થતા હોય છે પરંતુ કર્ણાટકમાં તેમ થવુ શકય લાગતુ નથી.