શનિવારથી મુંદરા- અમદાવાદ વચ્ચે શરૂ થશે હવાઈ સેવા

ભુજ : સરકારની ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન) યોજના અમલી બનાવી છે. જે અંતર્ગત દેશના વિવિધ શહેરોને હવાઈ સેવાથી જોડાઈ રહ્યા છે. જે અંતર્ગત મુંદરા- અમદાવાદ વચ્ચે પણ હવાઈ સેવા શરૂ થવાની હોઈ શનિવારથી તેનો પ્રારંભ થઈ રહ્યો છે. ભુવનેશ્વરની કંપની એર ઓડિશા દ્વારા ૧૭મીએ મુખ્યમંત્ર વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મુંદરા- અમદાવાદ અને જામનગર – અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો પ્રારંભ કરાશે. ૧૯ બેઠકો વાળા બીચ ક્રાફટ-બી ૧૯૦૦ ડી પ્લેનની આ સેવાનો પ્રારંભ થશે. પ્રાદેશીક હવાઈ સેવા માટે એર ઓડિશાએ એર ડેકકન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરે છે.