શક્તિસિંહ ગોહિલનું બુદ્ધિજીવી સાથે સંવાદ યોજાયો

માંડવી : બુદ્ધિજીવીઓ અને વ્યાપારી સંગઠનો વચ્ચેના સંવાદમાં કોંગ્રેસ પક્ષના સશક્ત, અભ્યાસુ અને લોકપ્રિય ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે પોતાની ધારદાર અને સચોટ શૈલીમાં સધીયારો આપતાં જણાવેલ કે, માંડવી – મુંદરા વિધાનસભા વિસ્તારને થતા અન્યાયના વિરોધમાં સદાય લોકોની પડખે રહેશે. ખીચોખીચ ભરાયેલા ચેમ્બર્સ હોલમાં પ્રથમ ડોકટરમિત્રો, ઈન્જિનીયર્સ અને એડવોકેટસ ભાઈઓની મિટિંગમાં યુવાનોને નોકરીમાં સ્થાનિકોને થતા અન્યાય બાબત ઉધોગોને ચેતવણી આપતાં જણાવ્યું કે, ઉધોગોના અમે વિરોધી નથી પણ સ્થાનિક યુવાનોને રોજગારી આપવી પડશે. ત્યારબાદ વ્યાપારી ભાઈઓની મિટિંગમાં વ્યાપારીઓને કનડતા પ્રશ્ને તેમજ જીએસટી બાબત વિસ્તારથી સમીક્ષા કરી હતી. જે મુશ્કેલીઓ વ્યાપારીઓને ભોગવવી પડે છે તે ખોટુ છે. તેમ જણાવી કોંગ્રેસ સરકાર જે જીએસટી બીલ લાવવા માંગતી હતી તેની સમજ આપી વ્યાપારી ભાઈઓની દિલ જીતી લીધા હતા.
આ મિટિંગમાં પુર્વ ધારાસભ્ય મહેશ ઠક્કર, શિવજી આહીર, વિજય ગઢવી, રસીક દોશી, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી વગેરે મહાનુભાવોએ પોતાના ઉદ્દબોધન આપ્યા હતા. પધારેલ તમામ વ્યાપારી મિત્રો, ડોકટરો, વકિલો તથા ઈન્જિનીયર્સ ભાઈઓને એડવોકેટ વલ્લભ વેલાણીએ આવકાર આપ્યો હતો. જીતેન્દ્રભાઈ સુરૂએ આભારવિધિ કરી હતી.