શકિતસિંહના આક્ષેપો સત્યવિહોણા : વાઘાણી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યુ હતુ કે શકિતસિહે લગાવેલા આક્ષેપો પાયાવીહોણા છે. નોધનીય છે કે, ગત રોજ શકિતસિહ ગોહીલ દ્વારા ગુજરાત સરકારે કરેલી સંસદીય સચીવોની નિમણુકને ગેરબંધારણીય જ ગણાવી હતી ત્યારે આજ રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યુ હતુ કે, શકિતસિહ ચુંટણીમા હાર્યા હોવાથી દબાણમા દેખાઈ રહયા છે.
તેઓએ કરેલા આક્ષેપો હુ ફગાવુ છુ અને પોતે જ સર્વેસવા હોવાનો દેખાડવા માટે આવી નિવેદનબાજી કરી રહ્યા છે. તેઓએ કહયુ કે, ભાજપ જે કાંઈ પણ કરે છે તે કાયદાની મર્યાદામા રહીને જકરે છે.