શંકાસ્પદ કવરમાં એવું શું હતું કે ટ્રમ્પનાં વહુને હૉસ્પિટલ લઈ જવાયાં?

નવી દિલ્હી : એક શંકાસ્પદ કવર ખોલ્યા બાદ ટ્રમ્પના વહુ વેનેસા ટ્રમ્પને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.પોલીસે આપેલી માહિતી અનુસાર જે શંકાસ્પદ કવર તેમણે ખોલ્યું તેમાં સફેદ પાવડર લાગેલો હતો.આ કવર ડોનાલ્ડ ટ્રમ્પના મોટા દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટ્ટનના સરનામાં પર મોકલવામાં આવ્યું હતું.ઘટનાસ્થળે હાજર વેનેસા ટ્રમ્પ અને અન્ય બે લોકોને શહેરના ફાયર ફાઇટરે હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં.