શંકરસિંહ વાઘેલાએ ભૂતકાળમાં દારુ પિતા હોવાનો કર્યો જાહેરમાં એકરાર

જામનગરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા તાલુકાના એક ગામમાં યોજાયેલા એક ધાર્મિક પ્રસંગે હાજરી આપવા આવેલા પૂર્વ મુખ્ય મંત્રીએ જાહેરમાં એવો એકરાર કર્યો કે આજથી પાંચ દાયકાઓ પૂર્વે તેઓને તેમના પિતાએ જ ‘પીતા’ શીખવાડ્‌યુ હતું, પણ રાજકારણમાં સક્રિય થતા જ તેઓએ તમામ બદીઓ ત્યજી દીધી હોવાનો પણ એકરાર કર્યો હતો.દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના કજુરડા ગામે ગઈ કાલે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગલેવા સ્થાનિક રાજકીય અગ્રણીઓ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન યોજાયેલ ધર્મિક પ્રવચન વચ્ચે જાહેર પ્રવચન કરતા પૂર્વ મુખ્ય મંત્રી વાઘેલાએ સામાજિક ઉત્થાન અને વ્યાપેલી બદીઓ અંગે પ્રવચન આપતા એકરાર કર્યો હતો કે ભૂતકાળમાં પોતે પણ દારુ ‘પીતા’ હતા… હા દારૂની જ વાત કરી હતી. પૂર્વ મુખ્ય મંત્રીએ એ પણ એકરાર કર્યો હતો કે મારા પિતાએ જ પીવડાવ્યો હતો, પરંતુ આ વાત સિતેરના દાયકાની હોવાનું કહી, પોતે ૧૯૬૯થી આ તમામ ચીજ વસ્તુઓને તિલાંજલિ આપી રાજકારણમાં પ્રવેશ્ય હોવાનું પણ જણાવ્યું હતું, પણ ભૂતકાળમાં પ્રતિબંધ હોવા છતાં પોતે પિતા હોવાનો એકરાર જાહેરમાં કર્યો હતો.