વ્યાયામમાં વ્યસ્ત સીએમ રૂપાણી

કોહલીની ચેલેન્જ મોદીએ સ્વીકાર્યા પછી રૂપાણીનો ફડનવીસને પડકાર

 

ગાંધીનગરઃ ક્રિકેટર વિરાટ કોહલીની ચેલેન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ચેલેન્જને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઠાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનો ફિટનેસ વીડિયો ટ્‌વીટ કર્યો છે. આ વીડિયોમાંરૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આપણે ફિટતો દેશ ફિટ’ના મંત્રને યાદ કરીને વડાપ્રધાનની ફિટનેસને યાદ કરી છે. આ સાથે ફડનવીસને ફિટનેસની ચેલેન્જ આપી છે.