વ્યાપારીક એકમો સાથે સંકળાયેલ તમામ માટે વેકસિનનો પ્રથમ ડોઝ ૧૦મી જુલાઈ સુધી લંબાવાયો

રાજયમાં કોવીડ-૧૯ના સંક્રમણની બાબતે ધ્યાને લેતાં રાજયના ૧૮ શહેરોમાં નિયત વ્યાપારીક એકમોના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ ઉકત વ્યાપારીક એકમોની કામગીરી સાથે સંકળાયેલ અન્ય તમામ વ્યકિતઓએ તા.૩૦/૬/૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવા જણાવેલ તેમાં ફેરફાર કરી વેકસીનનો પ્રથમ ડોઝ લેવાની સમયમર્યાદા આગામી ૧૦મી જુલાઇ-૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરેલ છે. તે સિવાય ભુજ, ગાંધીધામ માટે અગાઉના જાહેરનામાની અન્ય જોગવાઇઓ યથાવત રાખવામાં આવે છે તેવું કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા જણાવાયું છે.