વ્યથા નહીં વ્યવસ્થા : મુંદરા-ગાંધીધામના પૂર્વ ધારાસભ્યની અનોખી પહેલ : કચ્છના વર્તમાન અન્ય રાજકારણીઓ માટે બોધપાઠરૂપ

image description

  • કોરોનાકાળમાં મદદરૂપ થવા રમેશભાઈ મહેશ્વરીનો કોલ

ગાંધીધામના ધારાસભ્ય પદે સેવારત હતા ત્યારે ૧૦૮ની ઈમરજન્સી સેવાના નામથી ઓળખાતા રમેશભાઈએ વર્તમાન સમયે સત્તામાં સીધી રીતે સેવારત ન હોવા ઉપરાંત પણ પ્રજાની પડખે ઉભા રહેવાનો આપ્યો કોલ : કોરોનામાં કોઈને પણ પથારીઓ ન મળવી, ઈન્જેકશનોની ઘટની સમસ્યા, વેન્ટીલેટરનો અભાવ કે ઓકસિજનની પીડાઓ સહિતના મામલે તકલીફ હોય તો રમેશભાઈ મહેશ્વરીનો ૯૯૦૯૯૧૦૬૧૯ પર સંપર્ક કરવાનું આપ્યું ઈજન

સત્તામાં હોય અને સેવા કરે એ તો ફરજ બની રહે, પરંતુ સત્તા બહાર રહીને પણ નિઃસ્વાર્થ ભાવે પ્રજાની પડખે કોરોના જેવી મહામારીમાં પડખે રહેવાની પડકારજનક પહેલ કરી દેખાડે તે જ સાચો પ્રજાસેવક કહેવાય

ગાંધીધામ : કોરોનાની મહામારીએ માજા મુકી છે. કચ્છ આખાયમાં જયા જુઓ ત્યાં કોરોનાના લીધે સર્જાયેલી ગેરવ્યવ્સ્થાઓને લઈને હોબાળો-દેકારાની સ્થીતી અખબારોમાં સવાર પડેને મોટામથાડે જોવા મળી આવી રહી છે. આવામાં સુરજ બનીને તેજ પ્રકાશવાની માત્ર નામ પુરતી ખેવનાઓ રાખવાના બદલે દીવો બનીને જે ખુણામાં છીએ તેને પ્રજવલિત કરીએ, ઉજાળીએ, ત્યા પ્રકાશ ફેલાવીએની વિન્રમતાભરી પહેલ ગાંધીધામ અને મુંદરાના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્રવરીએ કરી છે. હા, રમેશભાઈ મહેશ્વરી હાલમાં ધારાસભ્ય પદે તો સેવારત નથી પરંતુ તેઓ જયારે ધારાસભ્ય તરીકે હતા ત્યારે પણ લોકોની પીડા-વેદના અને તકલીફો ઉકેલવામાં રોકેટગતિએ દોડી જતા હોવાથી તે વખતે પણ તેમને ૧૦૮ના હુલામડા અને ઈમરજન્સી સર્વિસ તરીકે ઓળખવામાં આવતા હતા. હાલમા કોરાનાએ પ્રકોપ વર્તાવી દીધો છે ત્યારે તેઓ તરફે કચ્છ આખાયમાથી દર્દીઓના સગાવ્હાલાઓના સતત
ફોનના મારા ચાલુ જ રહે છે અને મદદનો હાથ લંબાવે તેવી અપેક્ષાઓ રખાઈ રહી છે. ત્યારે રમેશભાઈ મહેશ્વરીએ ખુદ જ પોતાના મોબાઈલ નંબર અહી સાર્વજનિક કરી દીધો છે અને કહ્યુ છે કે, કોરાનાના દર્દીઓના સગાવ્હાલાઓને સરકારી તબક્કે અથવા તો ખાનગી રાહે સારવારમાં સમસ્યાઓ, તકલીફ થતી હોય, ઈન્જેકશનોની ઘટ્ટ, ઓકિસજનની અછત કે અન્ય કોઈ વેદના હોય તો રમેશભાઈનો ૯૯૦૯૯૧૦૬૧૯ નંબર પર ફોન કરવો. રમેશભાઈ દ્વારા દર્દીઓની વ્યથાને વ્યવસ્થામાં બદલવા તેઓ સક્ષમ પ્રયાસો કરી દેખાડશે. ખરેખર રમેશભાઈ હાલમાં સત્તામાં સીધી રીતે ન હોવા છતા કોરોનાની મહામારીમાં માનવતા ભરી પહેલ પ્રજાપ્રત્યે દર્શાવી રહ્યા છે તે વર્તમાન રાજકારણીઓને માટે પણ બોધપાઠ રૂપ જ બની રહે તેમ છે.