વોટ્‌સએપ ગ્રુપમાંથી રિમુવ કરવા મુદ્દે માંડવીમાં યુવાનો વચ્ચે ઢીસુમ-ઢીસુમ

બે પક્ષે સામ સામે ફરિયાદ બાદ પાંચની અટકાયત

માંડવી : વોટસેએપ ગ્રુપમાં રિમુવ કરવાના મુદ્દે માંડવીમાં યુવાનો વચ્ચે લડાઈ થતાં મામલો પોલીસ મથકે ચડ્યો હતો. જેમાં બે પક્ષે સામ સામે ફરિયાદ થયા બાદ પાંચ યુવાનોની અટકાયત કરવામાં આવી છે.ખારવા પાંચાળા વિસ્તારમાં રહેતા અવલ શંકર ચુડાસમાએ ફરિયાદમાં જણાવ્યું કે, આરોપી અંકિત કિશોરભાઈ કષ્ટા અને તેના પિતાને ખારવા યુનિયનના વોટસેએપ ગ્રુપમાંંથી કાઢી નાખતા જેનું મનદુઃખ રાખી આરોપી અંક્ત્િો હોકી વડે ફરિયાદીને માર માર્યો હતો. તેમજ આરોપી ધર્મેશ લઘુભાઈ કષ્ટાએ પકડી રાખી ગાળો આપી હતી. જયારે જય ભરતભાઈ ઝાલા અને ભાવિક ભીમજી ઝાલાએ ગાળો આપતા ચારેય સામે ફરિયાદ માંડવી મરીન પોલીસમાં નોંધાવાઈ હતી. જે અંગે ગુનો દાખલ થતાં આરોપીઓને રાઉન્ડઅપ કરાયા હતા.બીજીતરફ અંક્તિ કિશોર કષ્ટાએ ફરિયાદમાં જણાવ્યું કે, ફરિયાદીના પિતાએ વોટસેએપના ગ્રુપમાં ગુડ મોર્નિંગનો મેસેજ નાખતા આરોપી અવલ ચુડાસમાએ તેમને સમાજના ગ્રુપમાંથી કાઢી નાખ્યા હતા. જેથી ફરિયાદીએ લખ્યું કે સમાજના પ્રમુખને ગ્રુપમાંથી કાઢતા પહેલા એકવાર પુછવુ પડે, જે બાબતે આરોપીઓએ મનદુઃખ રાખી અવલ ચુડાસમાએ ફરિયાદીને હોકી વડે જયારે સાગર વિશ્રામ ચુડાસમાએ લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જયારે અંશુ કૈલાસ ચુડાસમા અને કષ્યપ કષ્ટાએ ફરિયાદીને લાકડી અને લાતો વડે માર માર્યો હતો. તેમજ કારમાં પણ નુકસાની પહોંચાડતા ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં અવલને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો છે.

ભુજમાં ખોટી અફવા ફેલાવ્યા બાદ આરોપીઓએ પરિવાર પર હુમલો કર્યો

ભુજ : શહેરના જૂની રાવલવાડી વિસ્તારમાં આરોપીઓએ ફરિયાદીના પરિવાર અંગે ખોટી અફવા ફેલાવ્યા બાદ સમજાવવા જતાં આરોપીઓએ પરિવાર પર હુમલો કર્યો હોવાના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે. લખમશીભાઈ ધનજીભાઈ બળિયાએ આ અંગે આરોપીઓ ખેતાભાઈ બુચિયા, વર્ષાબેન ભાવેશ ખંભુ, ભાવેશ ખંભુ અને ભાવેશના ભાઈબંધ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીઓએ ખોટી અફવા ફેલાવી હતી. જેથી ફરિયાદી તેના ઘરે આરોપીઓને સમજાવવા ગયા ત્યારે આરોપીઓએ પ્રતિકાર કરી ફરિયાદીને ગાળો આપી તેમજ તેના દિકરા – દીકરીને ધકબુશટનો માર પણ માર્યો હતો. જેમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી. જે સંદર્ભે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવઈ છે.

પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી ઝીંકડીમાં યુવાનને ધમકી

ભુજ : પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી ભુજ તાલુકાના ઝીંકડી ગામે ફરિયાદ મુસ્તાકભાઈ હમીરભાઈ ત્રાયાને આરોપીઓ અનવર ગાભા ત્રાયા, ઈસ્માઈલ ગાભા ત્રાયા, મામદ હાસમ ત્રાયા અને સિધિક ત્રાયા દ્વારા ધમકી આપવામાં આવતા પદ્ધર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.