વોંધ પાસેથી રૂા. ૯૯,ર૦૦ના મુદ્દામાલ સાથે દારૂ પકડાયો

ભચાઉમાં કેબિનમાંથી રૂા. ૬ર૩૦નો દારૂ ઝડપાયો

ભચાઉ : તાલુકાના વોંધ ગામ નજીક રૂા. ૯૯,ર૦૦ તથા ભચાઉ અણુશક્તિ કંપનીની બાજુમાં આવેલી કેબિનમાંથી રૂા. ૬ર૩૦ના મુદ્દામાલ સાથે એલસીબીએ દારૂ પકડ્યો હતો.ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વોંધ ગામના પુલિયા નીચે આવેલા સર્વિસ રોડ પર આરોપી નીઝામુદ્દીન અબ્દુલભાઈ લંગા (ઉ.વ. ર૬) તથા અસરફ આમદ લંગા (ઉ.વ. ૩પ) (રહે અમરાપર, જિ. મોરબી)ના કબ્જાની ઓટો રિક્ષામાંથી ગેરકાયદેસર દારૂની બોટલ નંગ – ૪૮ કિ.રૂા. ૧૬,૮૦૦ તથા બિયર ટીન – ર૪ કિંમત રૂા. ર૪૦૦ એમ કુલ ૧૯,ર૦૦ના મુદ્દામાલ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા રજી નંબર જી.જે. ૩૬ યુ પ૯૦૮ કિ.રૂા. ૮૦,૦૦૦ એમ કુલ રૂા. ૯૯,ર૦૦ના મુદ્દામાલ સાથે બંને ઈસમોને એલસીબીએ પકડી પાડ્યા હતા. ભચાઉ અણુશક્તિ કંપનીની બાજુમાં આવેલ પાન બીડીની કેબિનમાંથી ગેરકાયદેસર દારૂની બોટલ નંગ ૧૩ કિ.રૂા. ૪પપ૦ તથા બીયર ટીન – ૧પ કિ.રૂા. ૧પ૦૦, દેશીદારૂન ૯ લીટર કિંમત ૧૮૦ એમ કુલ રૂા. ૬ર૩૦ના મુદ્દામાલ સાથે આરોપી મનસુખ વાલા કોલી (ઉ.વ. ર૮) (રહે મોટી ચીરઈ)ની એલસીબીએ અટક કરી હતી.