વોંધમાં ગેટકો લાઈનમાંથી કેબલ ચોરનારા ત્રણ ઝડપાયા

ભચાઉ : તાલુકાના વોંધ ગામે ગેટકો લાઈનમાંથી વીજ કેબલની ચોરીનો બનાવ બન્યો હતો. જે કેસમાં પોલીસે કેબલ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. બાતમીના આધારે પોલીસે નાની ચીરઈમાંથી રમઝાન ઉર્ફે મુનિયો રફીક પઠાણ, રફીક અલીસા સૈયદ, કૈલાશ માંગારામ ચૌધરીને પકડ્યા હતા તો અન્ય બે શખ્સો મૌસિન હુશેન કકલ અને હુશેન અલી કુંભારનું નામ ખુલ્યું હતું. આરોપીઓ પાસેથી ગેટકો કંપનીના મોટી લાઈનના એલ્યુમિનિયમ વાયર ૬૭૦ મીટર, એક બાઈક, બે મોબાઈલ મળી કુલ ૩ લાખનો મુદ્દામાલ રિક્વર કરાયો છે. નોંધનીય છે કે, વરસાણાથી હળવદ જતી લાઈનમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ ર૯૪૦ મીટર વાયર સહિત ૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.