વેલસ્પનની કંપની સામે અંગુલી નિર્દેશ

ગાંધીધામ : અંજાર તાલુકાના વરસામેડી ગામે વેલસ્પન કંપની આવેલ છે આ વેલસ્પન કંપની દ્વારા સરકારશ્રીના નિયમોનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી અને સ્થાનિક વર્કરોનું શોષણ કરવામાં આવેલ છે વર્ષોથી કામ કરી રહેલ હોવા છતાં પગારમાં નજીવો વધારો આપવામાં આવે છે. લેબરોને ઓવર ટાઈમ આપવામાં આવતું નથી.વેલસ્પન કંપની દ્વારા લેબર એકટનાં નિયમો મુજબ વર્કરો માટે શેફટી પુરી પાડવામાં આવતી નથી. કંપની દ્વારા સરકારી તેમજ ગૌચર, નદી, નાળા, તળાવો, રસ્તાઓની જમીનો વહેણ પણ પુરી નાખવામાં આવેલ છે. આ વેલસ્પન કંપનીમાંથી નીકળતો વેસ્ટ કચરો તથા કેમીકલ યુક્ત પાણી આજુબાજુના તળાવોમાં છોડવામાં આવેલ છે જેના કારણે તળાવનું પાણી દુષિત થાય છે અને તે દુષિત પાણી પશુઓનાં પીવાના કારણે મરણ પામે છે.વેલસ્પન ક્પની દ્વારા સી.એસ.આર. અંતર્ગત આજુબાજુના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી તેમજ સી.એસ.આર. ફંડ દ્વારા અનેક જાતનાં કૌભાંડો કરવામાં આવેલ છે. જે બાબતે તપાસ કરવા સવિતાબેન પ્રવિણભાઈ ડુંગરીયા ઉપસરપંચ શ્રી સત્તાપર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને રજુઆત કરાઈ છે.