વેબ સીરીઝ ’ફોર મોર શોટ્‌સ પ્લીઝ’ સીઝન-૩નું શૂટિંગ મુંબઈમાં શરૂ

(જી.એન.એસ)મુંબઈ,આજકાલ વેબ સીરીઝનો ટ્રેંડ જોરશોરથી ચાલી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી અનેક વેબસીરીઝ સુપરહીટ સાબિત થઈ ચુકી છે. આમાંથી જ એક વેબ સીરીઝ છે એમેઝોન પ્રાઈમની ફોર મોર શોટ્‌સ પ્લીઝ. આ સીરીઝના ચાહકો માટે સારા સમાચાર છે કે આ સીરીઝની ત્રીજી સીઝન ટુંક સમયમાં આવનાર છે. ફોર મોર શોટ્‌સ પ્લીઝ સીઝન-૩નું શૂટિંગ મુંબઈમાં શરુ થઈ ચુક્યું છે. આ સીઝનમાં ૪ મહિલા મિત્રોના જીવન સાથે જોડાયેલી નવી સ્ટોરી જોવા મળશે. મહત્વપૂર્ણ છે કે આ સીરીઝ ખૂબ સફળ રહી છે અને તેને વર્ષ ૨૦૨૦માં ઈન્ટરનેશનલ એમી એવોર્ડમાં બેસ્ટ કોમેડી સીરીઝમાં નોમિનેટ પણ કરવામાં આવી હતી. મુંબઈમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ સીરીઝનું શૂટિંગ પુરતી તકેદારી સાથે કરવામાં આવી રહ્યું છે. આ સીરીઝમાં ફરી એકવા કીર્તિ કુલ્હારી, સયાની ગુપ્તા, માનવી અને બાની જેની દમદાર સ્ટોરી જોવા મળશે. આ વેબ સીરીઝની ત્રીજી સીઝન વિશે નિર્માતા પ્રીતિશ નંદીએ કહ્યું, શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે અને સેટ પર પરત ફર્યા બાદ કામ કરવામાં ખૂબ મજા આવી રહી છે. કોવિડના કારણે થોડો સમય અટકી જવું પડ્યું હતું. પરંતુ હવે કામ પર પરત ફર્યા છીએ. હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં આગામી મે માસ સુધી આ સીરીઝનું શૂટિંગ મુંબઈમાં જ થશે ત્યારબાદ અન્ય દેશના લોકેશન પર શૂટ કરવામાં આવશે.