વેપારી પાસે ૯૦ લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ

(જી.એન.એસ), હળવદ  : હળવદ તાલુકાના રાયસંગપરના વતની અને હળવદના વસંત પાર્કમાં રહેતા તેમજ હળવદના માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી જનકભાઇ ઘનશ્યાકમભાઇ ચૌહાણ (ઉ.વ.૩૭) એ આરોપી? યશપાલસિંહ ઝાલા (રહે. કોંઢ, તા. ધ્રાંગધ્રા ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગત તા.૩ ના રોજ હળવદ માર્કેટીંગ યાર્ડમાં આવેલી પોતાની દુકાને હતા. ત્યા.રે આરોપી તેમની દુકાને આવ્યોફ હતો અને વેપારીને આરોપીએ મારી નાખવાની ધમકીનો ભય બતાવી રૂ. ૯૦,૦૦,૦૦૦ ની માંગણી કરી ગેરકાયદેસર ખંડણી માગી બળજબરીથી કઢાવી લેવા માટે ધમકી આપી હતી. આરોપીની આવી હરકત જોઈને વેપારી ડઘાઈ ગયા હતા. બાદમાં તેઓએ આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઇ.પી.કો. કલમ ૩૮૭ મુજબ ગુન્હોલ નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટે૭શનના પો.સ.ઇ. પી.જી.પનારા ચલાવી રહ્યા છે.