વેપારી અને રાજકીય ટ્રસ્ટની નિમણુંક બાકી દિનદયાળ પોર્ટના ગવર્મેન્ટ ટ્રસ્ટી જાહેરઃ લેબર ટ્રસ્ટીમાં ફેરફાર

ગાંધીધામ : દેશના મહાબંદરમાં જેની ગણના થાય તેવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની શિપિગ મંત્રાલય દ્વારા વરણી કરવામાં આવી છે. દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના ગવરમેર્ન્ટ ંટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી છે તો લેબર ટ્રસ્ટીઓમાં એક યુનિયનના બે ટ્રસ્ટી પદ મળતા કર્મચારીઓમાં સોપો પડી ગયો છે.
શિપિંગ મંત્રાલય દ્વારા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી બોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મંત્રાલય દ્વારા ડીપીટી ચેરમેન, ડે.ચેરમેન, એમ.ડી.એમ કંડલા, કંડલા કસ્ટમ કમિશ્નર, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચીફ એકઝીકયુટીવ ઓફિસર, જોઈન્ટ સેક્રેટરી, નેવી ઓફિસર પોરબંદર, કોસ્ટ ગાર્ડ ચીફ ઓફ સ્ટાફ, ગાંધીનગર ટ્રાન્સપોર્ટ મેનેજરનો સમાવેશ થાય છે. જયારે લેબર ટ્રસ્ટી પદે એચએમએસના મનોહર બેલાણી, અને એલ.સત્યનારાયણની નિમણુંક થઈ છે. એચ.એમ.એસના ટ્રસ્ટી પદે આ વખતે બે બેઠકો મળતા એક બેઠક ગેમાવનાર ઈન્ટુકના મોહન આસવાણીમાં સોપો પડી ગયો છે. આ વખતે એચએમએસના ૬૦ ટકા જેટલા લેબરો જોડાતા એક બેઠકનો વધારોના લાભ મળ્યો હતો.
કંડલામાં લાંબા સમય સુધી મોહન આસવાણી યુનિયન સેડયુલ કાસ્ટ સેડયુલ ટ્રાઈબ યુનિયનનો ટેકો હતો. તેમજ મત ઘટે તો મોટા યુનિયનો પણ તેમનો સહયોગ આપતા હતા. મોટા યુનિયનો મોહનભાઈ આસવાણીને મતનો સહયોગના કારણે તે ચુટાઈ આવતા હતા.
જયારે સત્યનારાયણ ડોક લેબરમાંથી આવેલ છે. સત્યનારાયણને ટ્રસ્ટી બોર્ડમાં સમાવીને એચએમએસ નવો દાવ ખેલ્યો હતો. જયારે રાજકીય કે ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિને કયારે સ્થાન મળશે તેની રાહ જોવાઈ રહી છે. ડીપીટીના બે દિવસની મુલાકાત આવનાર ઈન્ચાર્જ ચેરમને તા : ૧૭ અને ૧૮ના રોજ આવશે પછી પારદર્શક ઉદ્યોગ સાથે જોડાયેલ કે ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા કે રાજકીય અગ્રણીનો સેક્રેટરી વિમલ કુમાર ઝા પાસે રીપોર્ટ લઈ નામ શીપીંગ મંત્રાલયમાં મોકલાશે એમ જાણકાર સુત્ર જણાવે છે.