વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પર ડ્રોન હુમલો : ચમત્કારીક બચાવ

વેનેઝુએલા : વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મુદરો પર ડ્રોન દ્વારા હુમલો થયો છે, જેમાં તે મરતા-મરતા બચી ગયા. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ પ્રમાણે, શનિવારે મુદરો લાઈવ ટીવી પર સ્પીચ આપી રહ્યા હતા, તે સમયે જ તેમની પાસે બ્લાસ્ટની સામગ્રી ભરેલો ડ્રોન પડ્‌યો. આ હુમલામાં લગભગ સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો તેવા સમયે થયો, જ્યારે રાષ્ટ્રપતિ રાજધાની કરાકસમાં મિલેટ્રી સામે ભાષણ આપી રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મુદરો ભાષણ આપતા જોવા મળી રહ્યા છે. જોકે, આ હુમલામાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બચી ગયા ગયા છે. સરકારે નિવેદન આપતા જાહેર કર્યું કે, ડ્રોન હુમલામાં રાષ્ટ્રપતિ મુદરો સુરક્ષિત છે. મુદરોએ આ હુમલા માટે કોલંબિયોને જવાબદાર ગણાવ્યું છે.
વેનેઝુએલા નેશનલ એસેમ્બલીના પ્રેસિડન્ટ ડિયોજદાદો કેબિલોએ એક ટ્‌વીટ કરી આ હુમલાની જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે, આ હુમલો રાષ્ટ્રપતિની હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વેનેઝુએલાના માહિતી મંત્રી જોર્જ રોડ્રિગ્જએ પણ કહ્યું કે, આ હુમલો મુદરો પર કરવામાં આવ્યો હતો.
માહિતી મંત્રીના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય સાંજે ૫.૪૧ કલાકે અચાનક ધમાકાનો અવાજ સંભળાયો. તપાસમાં સ્પષ્ટતા થઈ કે, ડ્રોનમાં વિસ્ફોટક સામગ્રી બાંધી આ હુમલો કરવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર હાજર ફાયર ફાઈટરે મોટી દુર્ઘટનાને નિષ્ફળ બનાવી લીધી હતી.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ આ હુમલા માટે કોલંબિયોને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ મને મારવાની કોશિસ હતી. આજે તેમણે મારી હત્યા કરવાની કોશિસ કરી. આ હુમલામાં કોલંબિયોના કેટલાક જુથનો હાથ છે. આ હુમલાના જવાબદાર કોલંબિયાઈ રાષ્ટ્રપતિ જુઆન મેનુઅલ સેંટોસ પણ છે.