વેક્સિન ન લેનારા વેપારીઓ ચેતે કંડલામાં દુકાનદારે વેક્સિનનો ડોઝ ન લેતાં નોંધાઈ ફોજદારી

કંડલાઃ રાજ્યમાં કોરોના વાયરસના કારણે સરકારે છુટછાટો આપી છે, પરંતુ શરત પણ મુકી છે, જેમાં તમામ વ્યવસાયકારો, વેપારીઓ, ધંધાર્થીઓને વેક્સિનનો ડોઝ લઈ લેવા ફરજિયાત નિયમ બનાવાયા છે. તેમ છતાં ઘણા વેપારીઓ રસી લેતા નથી. તેવામાં કંડલામાં વેક્સિનનો ડોઝ ન લેનારા વેપારી સામે ગુનો નોંધાવ્યો હતો.

કંડલા મરીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પારસ પોવિઝન સ્ટોર નામની દુકાન સંચાલક પારસભાઈ મેઘરામજીભાઈ પ્રજાપતિએ રસીનો એક પણ ડોઝ લીધા વગર ધંધો ચાલુ રાખી માનવ જીદંગીને જાેખમમાં મુકી હોવાથી પોલીસે તેની વિરૂદ્ધ કલેકટરના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અટકાયત કરી હતી. ત્યારે હવે વેક્સિન વગર ધંધો કરતા વેપારીઓએ હવે ચેતવાની જરૂર છે. વેક્સિન એ કોરોના સામે લડાઈ માટેનો અમોગ શસ્ત્ર છે. કોરોના બચવા માટે રામબાણ ઉપાય તરીકે રસી લેવી ફરજિયાત છે. સરકારી દવાખાનમાં નિઃશુલ્ક રસી પણ મળે છે. ત્યારે વેપારીઓએ સમય સૂચક વાપરી રસીના બંને ડોઝ લઈ લેવા હિતાવહ છે. અગાઉ માસ્ક ન પહેરતા અને સોશ્યિલ ડિસ્ટન્સ ન જાળવાતા લોકો વિરૂદ્ધ ફરિયાદ થતી હવે તો વેક્સિનનો ડોઝ ન લ્યો તો પણ ફરિયાદ અને અટકાયતના પગલાં ભરવામાં આવ્યા છે ત્યારે વેપારીઓ હવે ચેતી જવાની જરૂર છે.