વેકસીનનો બીજો ડોઝ લઇને ૭૦ વર્ષિય માલીનીબેન જણાવે છે કે રસીકરણ પ્રજાના હિતમાં સરકારનો શ્રેષ્ઠ અભિગમ

અત્યારના સમયમાં કોરોના જે પરિસ્થિતિનું સર્જન કરી રહયું છે તેના કારણે લોકોમાં
રસી અંગે જાગૃતિ અને જરૂરિયાત બંનેમાં વધારો થઇ રહયો છે જેના પરિણામ સ્વરૂપે લગભગ
તમામ રસીકરણ કેન્દ્રો પર વધુને વધુ સંખ્યામાં લોકો રસી લેવા આવી રહયા છે.
આ તકે ભુજ ખાતે રસીનો બીજો ડોઝ લેતા ૭૦ વર્ષીય માલીનીબેન દિનેશભાઇ અંતાણી
જણાવે છે કે, મેં જયારે વેકસીનનો પહેલો ડોઝ લીધો ત્યારે પણ મને કોઇજ તકલીફ થઇ ન
હોતી અને આજે મે બીજો ડોઝ પણ લઇ લીધો છે અને સાચું કહું તો અત્યારથી જ સુરક્ષિત
અનુભવી રહી છું. આપણા સ્વાસ્થ્ય માટે સરકાર આટલા પ્રયાસો કરી રહી છે. આટલું સરસ
આયોજન કરી રહી છે ત્યારે ખરેખર આપણે સરકારશ્રીનો આભાર માનવો જોઇએ.