વૃધ્ધ પેન્શન યોજના માટે ૩૧મી જુલાઇ સુધી હયાતીની ખરાઇ કરાવી લેવી

ભુજ શહેરના સરકારશ્રીની ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય/નિરાધાર વૃધ્ધ યોજનાના ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના જે લાભાર્થીઓ સહાય મેળવી રહયા છે. તે તમામ લાભાર્થીઓએ આગામી ૩૧મી જુલાઇ-૨૦૨૧ સુધીમાં મામલતદાર કચેરી, ભુજ (શહેર), તાલુકા સેવા સદન, મુન્દ્રા રોડ, ભુજ (જુનું બિલ્ડીંગ) ખાતે આધારકાર્ડ અને બેંક ખાતાની નકલ સાથે હયાતીની ખરાઇ ફરજિયાત કરાવવાની રહેશે. જે લાભાર્થીઓ ખરાઇ કરાવશે નહીં તેમની સહાય બંધ કરી દેવામાં આવશે જેની નોંધ લેવા મામલતદાર ભુજ (શહેર) દ્વારા જણાવાયું છે.