વૃક્ષો વાવવ્યા બાદ તેનું જતન કરવું જરૂરી છે : ડો. પ્રશાંત કોરાટ

ભુજ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

ભુજ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ડો. પ્રશાંત કોરાટ કચ્છની મુલાકાતે આવ્યા છે. આજરોજ યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત તેમજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સાર્વજનિક પ્લોટોમાં વૃક્ષારોપણ કરી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભુજ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ આ હોદ્દો સંભાળ્યા બાદ પ્રથમ વખત કચ્છ આવી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરની જીવન જ્યોત બ્લડબેંક ખાતે કોરોના મહામારીમાં રકતની અછત ન સર્જાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના યુવા કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. ત્યારબાદ વોર્ડ નં.૭ના ગાયત્રી મંદિર ખાતે આવેલા સાર્વજનિક પ્લોટ પર વૃક્ષારોપણ તથા ટ્રીગાર્ડનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રથમ વખત કચ્છ પધારેલા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું કે, અધ્યક્ષ બન્યા બાદ કચ્છમાં પ્રથમ વખત મુલાકાતે આવ્યો છું. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભુજ શહેર ખાતે શહેર અને તાલુકા મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો. વૃક્ષો વાવ્યા પછી જતન પણ થાય તે ખુબ મહત્ત્વનું છે.

ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી એક સપ્તાહ પહેલા શરૂ કરી દેવામાં આવી છ. આ કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. પ્રશાંત પણ હાજર રહેતા યુવા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે. આ કાર્યક્રમની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવી હતી. ભુજ ગ્રીન સિટી બને તે માટે ભુજ નગરપાલિકા દ્વારા આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વૃક્ષારોપણ માટે રૂા.પાંચ લાખની ગ્રાન્ટ ભુજ નગરપાલિકાને ફાળવવામાં આવી છે.

નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે નગરપાલિકાની તીજાેરી પર બોઝ ન પડે તે મુજબ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યંુ છે જે અંતર્ગત વોર્ડ નં.૭ના ગાયત્રી મંદિર પાસે આવેલા વ્યાયામ શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અહીં હોમ ઈનધ સિટી દ્વારા પણ પ્લોટની ફેન્સિંગ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, કચ્છ ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી, રાહુલભાઈ ગોર, શૈલેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, શહેર ભાજપ પ્રમુખ શીતલભાઈ શાહ, નગરસેવક કમલભાઈ ગઢવી, પ્રાચી પટેલ તેમજ તમામ કાઉન્સિલરો હાજર રહ્યા હતા.