વૃક્ષોના જતનની પણ નિભાવો જવાબદારી

ગાંધીધામઃ ગાંધીધામથી ભચાઉ જતા માર્ગ પર ગળપાદર ચોકડી પર રોપવામાં આવેલ છોડોને નિયમિત પાણી આપવામાં આવતું નથી તેવું ધ્યાને આવેલ છે. આ જગ્યાની રૂબરૂ મુલાકાત લેતા સાચી હકીકતથી વાકેફ થયેલ સભ્યોએ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાની માલિકીની આ ફાજલ જગ્યા પર વૃક્ષો વાવવામાં આવેલ તે ખુશીની વાત છે પરંતુ માત્ર વૃક્ષો વાવવા એજ અગત્યનું કામ નથી તેનો વ્યવસ્થિત ઉછેર થાય તેવી વ્યવસ્થા ગોઠવવી પણ જરૂરી છે. શરૂઆતમાં છોડોને નિયમતિ પાણી તથા માવજત કરવામાં આવતી હતી પરંતુ હાલે સ્થાનિકે જાતા પરિસ્થિતી ઉલટી છે. પાણીના અભાવે ખુબ સરસ ઉગેલા તથા માર્ગની શોભા વધારતા આ છોડો હાલે સુકાવા લાગ્યા છે અને આ પરિસ્થિતિ કાયમ રહી તો તમામ છોડો પાણીના અભાવે સુકાઈ જશે માટે છોડોને સત્વરે પાણી આપવામાં આવે અને આ સ્થિતિ સતત જાળવવામાં આવે તેવી રજુઆત હસુબા ભરતસિંહ જાડેજાએ નેશનલ હાઈવે ઓથોરીટીને કરી છે.