વી.રૂ.કેબીનેટમાં પરપ્રાંતીયોના હુમલા મુદ્દે સમીક્ષા

ગાંધીનગર : આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક ચાલી રહી છે.. ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાનો મુદ્દો ગરમાયો છે અને ગુજરાત સરકાર પર માછલા ધોવાઇ રહ્યા છે. ત્યારે કેબિનેટ બેઠકમાં પરપ્રાંતિયો મુદ્દે ચર્ચા કરવામાં આવે આવી રહી છે.
આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં સિંહોના મોત મામલે પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને ચર્ચા-વિચારણા હાથ ધરાઈ છે.સાથે જ જમીન માપણી સહિત મહેસુલના વિવિધ મુદ્દાઓ પણ ચર્ચાય કરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.