વી.રૂ.કેબીનેટમાં જળસંકટ મુદે મનોમંથન

રાજય સરકારની કેબીનેટ બેઠકમાં ખેડુતો અને પાણીના પ્રશ્નો રહ્યો મોખરો

 

નવનીર્મીત વિધાનસભા સંકુલમાં કેબીનેટ બેઠકનો ધમધમાટ : પીએમનો સુરત પ્રવાસ, ઉનાળામાં પીવાના-સીંચાઈના પાણીની સમસ્યા, વિધાનસભામાં આવનારા સરકારી વિધેયકો, એફઆરસીના નવા માળખા સહિતના વિષયો પર કરાઈ માથાપરચ્ચી : પ્રધાનમંડળ

 

કેબીનેટમાં કયા કયા મુદે કરાઈ ચર્ચા?
• ઉનાળામાં નર્મદાજળ-સિંચાઈ-પીવાના પાણીના મુદે ચર્ચા • તુવેરદાર અને મગફળીના ટેકાના ભાવ • રાજયના વર્તમાન પ્રવાહો અને સામન્ય વહીવટના મુદા• વડાપ્રધાનના સુરત પ્રવાસનો કાર્યક્રમ મુદે ચર્ચા-વિચારણા• ફી નિર્ધારણ સમીતીના નવા માળખાની રચના • પાટણ આત્મવિલોપન કાંડમાં સરકાર તબકકે લેવાયેલા પગલા

 

ગાંધીનગર : રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજ રોજ સ્વર્ણીમ સંકુલમાં કેબીનેટની બેઠક યોજવામા આવી છે. આ બેઠકમાં વર્તમાન સમયે રાજયના સાંપ્રત સમસ્યાઓ અને તેના નીવારણને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ યોજાયેલી કેબીનેટમાં ખાસ કરીને જે મુદાઓ પર ચર્ચા કરવામા આવી છે તેમાં આગામી ઉનાળાના સમયમાં પીવાના અને સીંચાઈના પાણીના મામલે વિશેષ મંથન કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત ફિ નિર્ધારણ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા આદેશ બાદ નવી કમીટીના માળખા મુદે, તથા વિધાનસભામાં આવનારા દીવસામાં આવનારા સરકારી વિધેયકોના મામલે પણ જરૂરી સમીક્ષાઓ હાથ ધરવમાા આવી હતી.
નોધનીય છે કે, નર્મદાના જળ ખુટી ગયા છે અને આવનારો ઉનાળો વધારો કપરો જવાનો છે ત્યારે પીવાના પાણી અને સિંચાઈના પાણીના મુદાને પહોંચી વળવાને માટે આજ રોજ ચર્ચા વિચારણા કરવામા આવી હતી. તેવી જ રીતે સરકાર દ્વારા નકકી કરવામા આવનાર ફી જ વસુલવાની હોવાના આદેશની કડક અમલવારી કરાવવાની દીશામાં પણ આજે જરૂરી નીતી ઘડાઈ હતી.આજની બેઠકમાં મુખ્યપ્રધાન વીજયભાઈ રૂપાણી, સહિત પ્રધાનમંડળના પ્રધાનો અને સભ્ય સચીવો ઉપસ્થિત રહ્યા હતા.