વીરૂ સરકારના શાસનમાં ગાંધીધામ-કચ્છનો બેનમુન વીકાસ

પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં વિજયભાઈ રૂપાણીને આવકારનો
અદકેરો થનગનાટ : કચ્છમાં સીએમની આગેવાનીમાં ગૌરવયાત્રાને
અદકેરો આવકાર

ગાધીધામ ઃ પ્રજાનુ હિત એટલે ગુજરાતભાં ભાજપની જીત, ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસની નીતીને સાર્થક કરનાર વીજયભાઈ રૂપાણી સરકારની ગૌરવગાથા ગાવવાનો અમુલ્ય અવસર એટલે ગુજરાત ગૌવર વિકાસ યાત્રા..ગુજરાતની -કચ્છની અસ્મીતાને વર્ણવતી યાત્રા એટછે ગુજરાત ગૌવર યાત્રાને કચ્છભરમાંથી ઉમળકાભેર આવકારમળવા પામી રહ્યો છુ.
ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી હંસરાજભાઈ આહીર, સાંસદ વાસણભાઈ આહીર, ગોરધનભાઈ ઝડફીયા, કેન્દ્રીય મોભી અનુરાગભાઈ ઠાકુર સહીતના આગેવાનોએ આજ રોજ રાપરમાં સવારે સમયસર જ ગુજરાતના ગૌવરને વર્ણવતી યાત્રાના શ્રીગણેશ કર્યા હતા અને તેને રાપરથી જ હેલીપેડ ખાતેથી જ અદકેરો આવકાર અને ઉમળકો સાંપડવા પામી રહ્ય હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
રાપરથી લઈ અને ભચાઉ સુધી આજે બપોર સુધીમાં પહોંચી આવેલી વિજયભાઈ રૂપાણીની ગુજરાત ગૌરવ યાત્રાને આજે ઠેરઠેર ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર આપ્યો છે. ઢોલનગારા સાથે ભાજપની વિજયના વિશ્વાસ સાથે આ યાત્રાને લોકોએ વધાવી લીધી હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે.