વીજ કંપની મામલે નિયત ચાર્જથી વધુ રકમ વસૂલવા અંગે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

(જી.એન.એસ.)અમદાવાદ,ગુજરાત વીજ કંપની મામલે આજે ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે અરજદારોને ૪ સપ્તાહમાં લીધેલ વધારાની રકમ પરત કરો. જર્ક દ્વારા નિયત ચાર્જથી વધુ રકમ વસુલવા અંગે હાઈકોર્ટે હુકમ કર્યો છે. ૨૦૧૧થી ૨૦૧૪ સુધી વધારાનો ચાર્જ વસુલ્યો હશે તો વીજ કંપનીઓએ પરત કરવો પડશે. વધારાના ચાર્જ અંગે ગ્રાહક જો ફરિયાદ કરશે તો પરત કરવો પડશે.વીજ કંપની સાથે સંકળાયેલા ઉપભોક્તાઓ માટે રાહતના સમાચાર આજે મળી રહ્યા છે. જર્ક દ્વારા નિયત ચાર્જથી વધુ રૂપિયા વસૂલવા અંગે હાઈકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હાઈકોર્ટે વીજ કંપનીઓને હુકમ કર્યો છે કે અરજદારોને ૪ અઠવાડીયામાં લીધેલી વધારાની રકમ પરત કરવામાં આવે. હાઇકોર્ટના આ આદેશ બાદ ૨૦૧૧થી ૨૦૧૪ સુધીમાં જે વીજ ગ્રાહકો પાસેથી વીજ કંપનીઓએ વધારાનો ચાર્જ વસુલ્યો હશે અને ગ્રાહકો ફરિયાદ કરશે તો એ ચાર્જ પરત કરવો પડશે..
તમને જણાવી દઈએ કે, નવા કનેક્શન અંગે વીજ કંપનીઓ દ્વારા વધુ રકમ વસુલતા મામલો કન્ઝ્યુમર કોર્ટમાં ગયો હતો, જ્યાં ચુકાદો વીજ કંપનીઓની તરફેણમાં આવ્યો હતો. ત્યારપછી ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્‌સમેનમાં ચુકાદો વીજ ગ્રાહકોની તરફેણમાં આવ્યો હતો. ત્યારબાદ વીજ કંપનીઓએ હાઇકોર્ટમાં અરજી કરી અને હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્‌સમેનના ચુકાદાને રદ્દ કર્યો હતો.વીજ ગ્રાહકોએ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો અને ડબલ બેન્ચ દ્વારા સિંગલ જજના ચુકાદાને રદ્દ કરીને વીજ કંપનીઓને વધારાની લીધેલી રકમ પરત કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.