વીજળી પડવાથી માતાનામઢમાં 60 બકરા અને ચોબારીમાં એક ભેંસનું મોત

ભુજ : કચ્છ જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે સાથે ગાજવીજ સાથે વીજળી પણ પડી રહી છે ત્યારે આજે આકાશી વીજળી માલધારીઓ માટે વેરી બની હતી..લખપતમાં માતાના મઢ ગામના સીમ વિસ્તારમાં સોઢા કેમ્પ ખાતે રહેતા લીલાજી હીરાજી સોઢાની માલિકીના 60 જેટલા બકારના વીજળી પડવાથી મોત નીપજ્યાં હતા.બનાવના પગલે લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા સદભાગ્યે થોડે દુર ઉભેલા માલધારીનો બચાવ થયો હતો.બીજી તરફ ભચાઉ તાલુકાના ચોબારી ગામના ડુંગર વિસ્તારમાં પણ વીજળી પડવાથી ચોબારીના ખાસકેલી હાજી ઓસ્માણ નામના માલધારીની અંદાજિત રૂ. 40 હજારની ભેંસનું મોત નીપજ્યું હતું.વીજળી પડવાની આ ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી હતી.વરસાદની ખુશી પણ વીજળી પડવાથી આ ખુશી ગમમાં પરિવર્તિત થઈ ગઈ છે